સુરત અગ્નિકાંડ / સીએમ, વિપક્ષનેતા, દલિત નેતા સહિતના સુરત આવ્યા પણ પાટીદારોના ગઢમાં હાર્દિક ન દેખાયો

  • મૃતકોમાં 90ટકાથી વધુ પાટીદાર યુવક-યુવતીઓ
  • હાર્દિકને સૌથી વધુ સમર્થન મળ્યું ત્યાં ફરકયો પણ નહીં

DivyaBhaskar.com

May 25, 2019, 08:04 PM IST

સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે ત્યારે મૃતકોના પરિવાજનોને શાંત્વના પાઠવવા અને ઈજાગ્રસ્તોને દિલાસો આપવા માટે મુખ્યમંત્રીથી લઈને વિપક્ષનેતા અને દલિત નેતા મેવાણી પણ સુરત આવી ગયાં. પરંતુ સુરતના જે વિસ્તારમાંથી પાસ અને ખાસ હાર્દિકને તન,મન,ધનથી સમર્થન મળ્યું ત્યાં ફરક્યો પણ નથી. પાસ દ્વારા માત્ર કમિશનરને આવેદનપત્ર આપીને સંતોષ માની લેવામાં આવ્યો છે.

નેતાઓ સુરત દોડી આવ્યાં

દુર્ઘટનાની જાણ થતાં જ સીએમ રૂપાણી 24મીએ સાંજે આવી ગયા હતાં. વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને દલિત નેતા તરીકે ઉભરી આવેલા જીજ્ઞેશ મેવાણી ઘટના સ્થળની મુલાકાતે દોડી આવ્યાં હતાં. સાથે નેતાઓએ જવાબદારો સામે આકરા પગલાં લેવાની માંગ કરી હતી.સાથે જ મૃતકોના પરિવારજનોને શાંત્વના આપી હતી. નેતાઓએ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. ફરી આવી ઘટનાઓ ન બને તે માટે પગલાં લેવાની પણ માંગ કરી હતી.

હાર્દિક સુરત નથી ફરક્યો

પાટીદાર અનામત આંદોલન વખતે સુરત એપી સેન્ટર બની ગયું હતું. વરાછા અને સરથાણા પાટીદારોના ગઢ છે. આંદોલન વખતે અહીંથી હાર્દિક પટેલને તન,મન,ધનથી સાથ મળ્યો હતો. હાર્દિકને ભરપૂર સહયોગ મળ્યો હતો. પરંતુ હાર્દિકે સુરત આવવાની તસ્દી લીધી નથી.

હાર્દિકને સુરતમાંથી રસ ઉડી ગયો?

પાટીદારોમાં ચર્ચા ચાલી રહી છે કે,હાર્દિક પટેલે 2017ની વિધાન સભા વખતે કોંગ્રેસની આડકતરી રીતે તરફેણ કરી હતી છતાં બધી જ પાટીદાર બહુમતિ ધરાવતી બેઠકો ભાજપ જીતી.ત્યારબાદ હાર્દિકે સુરત સાથે દૂરી બનાવી હોય તેમ લોકસભાની ચૂંટણીમાં આખા ગુજરાતમાં સભા કરી પરંતુ સુરત કે દક્ષિણ ગુજરાતમાં એક પણ સભા ન કરી.ઓફિશિયલી હાર્દિક કોંગ્રેસમાં જોડાયો તેમ છતાં હમણા યોજાયેલી લોકસભાની બેઠકો પર પણ કોંગ્રેસને લીડ ન મળી. એટલે હાર્દિક સુરત ન આવ્યો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી