તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:ભંગારિયાઓને ઠગવા ~ 2.83 લાખની નકલી નોટો સાથે આવેલો સુરતનો ગઠિયો ઝડપાયો

અંક્લેશ્વર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીની ટીમે ઓપરેશન પાર પાડ્યું : એફએસએલની ટીમે પ્રાથમિક તપાસમાં તમામ નોટો બનાવટી હોવાનો રિપોર્ટ આપ્યો, છત્તીસગઢના મિત્રે બનાવટી નોટ છાવાનો કિમીયો બતાવ્યો
  • બનાવટી નોટોથી ભંગાર ખરીદી અન્ય સ્થળે વેચી રૂપિયા રોકડાં કરી લેવાનો કારસો હતો

અંક્લેશ્વરના અંસાર માર્કેટમાં 2.83 લાખની ડુપ્લિકેટ ચલણી નોટોથી ભંગાર ખરીદવાની ફિરાકમાં આવેલાં સૂરતના કામરેજ ખાતે રહેતાં અને મુળ ભાવનગરના ગઠિયાને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 50 રૂપિયાની નોટોને સ્કેન કરી તેની કલર પ્રિન્ટ કાઢી સાચી નોટોમાં ખપાવી દેવા લાવેલી 5644 ડુપ્લિકેટ નોટ જપ્ત કરી હતી.ભરૂચ એેસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સૂરતના કામરેજ ખાતે રહેતો એક શખ્સ ડુપ્લિકેટ નોટો સાથે અંસાર માર્કેટમાં ભંગાર ખરીદી કરવા માટે આવનાર છે. જેથી ટીમે પાનોલી તેમજ નેશનલ હાઇવે પર અલગ અલગ ટીમો સ્ટેન્ડ બાય કરી વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ચોક્કસ વિગત મુજબની એક બાઇકને પરિવાર હોટલ પાસે અટકાવી તેના ચાલકની પુછપરછ કરતાં તેનું નામ જિજ્ઞેશ નટુ રાણીંગા (હાલ રહે. મોરથાણા, કામરેજ, સૂરત મુળ રહે. નંદનવન સોસાયટી કાળીયાબીડ, ભાવનગર) હોવાનું માલુમ પડ્યું હતું.

ટીમે તેેની તલાશી લેતાં તેના પાસેેની જામલી રંગની થેલીમાં 50 રૂપિયાના દરની 5644 નોટો મળી કુલ 2,83,200 રૂપિયા મળી આવ્યાં હતાં. ટીમે તપાસ કરતાં તેની પાસેની ચલણી નોટો પ્રાથમિક દ્રષ્ટીએ જ બનાવટી હોવાનું જણાતાં ટીમે તેની ધરપકડ કરી પુછપરછ શરૂ કરતાં તેણે કબુલ્યું હતું કે, તેણે પોતાના ઘરે જ રૂપિયા 50ની નોટોને સ્કેન કરી તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લિકેટ ચલણી નોટો થકી અંસાર માર્કેટમાંથી ભંગાર ખરીદી કરવાનો હતો. ઘટનાને પગલે એસઓજીએ તુરંત જીઆઇડીસીની બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખાના મેનેજર તેમજ એફએસએલ ટીમની મદદથી નોટોની ખરાઇ કરાવતાં તે નોટો બનાવટી હોવાનુ સ્પષ્ટ થતાં ટીમે તેની સામે અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ ભંગારીયાઓને ટાર્ગેટ કરવાનો ઇરાદો હતો
ભંગારનો સમાન અંસાર માર્કેટમાંથી સરળતાથી મળી રહેતો હોઇ તેમજ કામરેજથી અંસાર માર્કેટ નજીક પડતું હોઇ જિજ્ઞેશે અંસાર માર્કેટની પસંદગી કરી હતી. માર્કેટમાં ફરીને જ્યાં વૃદ્ધ ભંગારીયાને શોધી માર્કેટમાં નકલી નોટો ઘુસાડવાનો હતો. જેથી કે તેને સાચી અને બનાવટી નોંટમાં જલદી ખ્યાલ ન આવે તેમજ તેને વાતોમાં ભોળવી શકે. - ચિરાગ દેસાઇ, ડીવાયએસપી, અંક્લેશ્વર.

ચલણી નોટો નકલી હોવાનું કેવી રીતે માલુમ પડ્યું ?
જિજ્ઞેશને પાસેથી મળેલી નોટો તપાસતાં નોટો પર બ્રેઇલ માર્કિંગ ન હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું હતું. ઉપરાંત નોટોની મધ્યમાં આવતી સફેદ રંગની પટ્ટી પણ વાસ્તવિક ન હોવાનું લાગ્યું હતું. પોલીસે પોતાના પાસેની અસલી નોટો સાથે પણ તેની ખરાઇ કરી તો તેની પાસેની નોટો ડુપ્લિકેટ હોવાનું ખુલાસો થયો હતો.

જિજ્ઞેશ તેના મિત્ર પાસેથી કસબ શિખ્યો
જિજ્ઞેશ સૂરતમાં સાડીના ધંધામાં લેબર તરીકે કામ કરતો હતો. જ્યાં તેની મુલાકાત મુળ છત્તીસગઢના ગુડ્ડુ નામના યુવાન સાથે થતાં કિમિયો તેણે શીખ્યો હતો. એક મહિનાથી ઘરમાં જ નોટો પ્રિન્ટ અને કટીંગ કરતો હતો. - પી. એન. પટેલ, પીઆઇ. એસઓજી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો