તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સહાય:વાંકલ અને મહુવામાં ગાય નિભાવ ખર્ચ અને ખેડૂતોને સહાયના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું

સુરતએક દિવસ પહેલા
  • કૉપી લિંક
મંત્રી ગણપત વસાવાએ ખેડૂતોને પ્રમાણપત્રો અને સહાય ચૂકવી હતી.
  • પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે-ગણપત વસાવા
  • ગાય આધારિત ઝીરો બજેટથી ખેતી કરતો થાય એવું આયોજન- ઈશ્વરભાઈ પરમાર

ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના ધ્યેય આગળ વધારવા માટે રાજય સરકાર દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણસમી યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત ખેડૂતો રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આયોજીત કાર્યક્રમમાં માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકાના દેશી ગાય આધારિત નિભાવ માટે1833 ખેડૂતોને તથા 1192 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કિટસ વિતરણના મંજૂરીપત્રો એનાયત કરાયા હતાં.

મંત્રી ઈશ્વર પરમારના હસ્તે લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યાં હતાં.
મંત્રી ઈશ્વર પરમારના હસ્તે લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યાં હતાં.

મહુવામાં ખેડૂતોને લાભાન્વિત કરાયા
મહુવા ખાતે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક ખેતી યોજના હેઠળ બારડોલી,પલસાણા અને મહુવા તાલુકાના ૧૨ ખેડૂત લાભાર્થીઓને સહાયના મંજૂરી હુકમો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે વિતરણ કરાયા હતા. મહુવા ક્લસ્ટરના 719 ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ યોજના ગાયના નિભાવ ખર્ચની સહાય અને પ્રાકૃતિક કૃષિ કીટસ યોજના હેઠળ 1270 ખેડૂતો મળી કુલ 1989 ખેડૂતોને તબક્કાવાર લાભાન્વિત કરવામાં આવશે.

ખર્ચ ઘટાડી ફળદ્રુપતા વધારવા અનુરોધ
કાર્યક્રમમાં મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડુતો ખેતી ખર્ચના ઘટાડાની સાથે પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે. જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતામાં અનેકગણો વધારો થશે. ગંભીર પ્રકારના રોગોથી રક્ષણ મેળવવા માટે ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવીને આવનારી પેઢી તંદુરસ્ત અને સ્વસ્થતા બક્ષે તેવો અનુરોધ મંત્રીએ કર્યો હતો.

1.20 કરોડની સહાય ચૂકવાઈ
રાજય સરકારે લીધેલા ખેડૂતહિતલક્ષી પગલાઓનો ઉલ્લેખ કરી મંત્રી ઈશ્વરભાઈ પરમારએ જણાવ્યું હતું કે, વર્ષ 2019-20 દરમિયાન સુરત જિલ્લાના 46 હજારથી વધુ ખેડૂતોને રૂ.17.67 કરોડની કૃષિ યોજનાકીય સહાય આપી છે. જ્યારે જિલ્લા પંચાયતની સ્વ ભંડોળ યોજના હેઠળ 1700 થી વધુ ખેડૂતોને રૂ. 1.20 કરોડની સહાય ચૂકવાઈ છે. જ્યારે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા 1174 ખેડૂતોને રૂ.8.86 કરોડની ડ્રિપ અને માઈક્રો ઇરિગેશન સહાય આપવામાં આવી છે. કમોસમી વરસાદથી થયેલાં નુકસાનની ભરપાઈ કરવા સુરતના 65,334 ખેડૂતોને 63 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો