• Home
  • Local
  • Gujarat
  • Surat
  • Surat DEO office employee become corona positive, general people enter not allowed, online complaint or application can be made

સુરત / DEO કચેરીના કર્મીને કોરોના થતા લોકોની અવરજવર બંધ કરવામાં આવી, ઓનલાઈન ફરિયાદ કે અરજી કરી શકાશે

Surat DEO office employee become corona positive, general people enter not allowed, online complaint or application can be made
X
Surat DEO office employee become corona positive, general people enter not allowed, online complaint or application can be made

  • અરજદારો સહિત તમામની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો
  • DEO કચેરીને બહારથી જ બંધ કરી દેવામાં આવી છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:52 PM IST

સુરત. જિલ્લા શિક્ષાધિકારીની કચેરીના કર્મચારી કોરોનામાં સપડાતા તકેદારીના ભાગરૂપે આજથી કચેરીને અરજદારો સહિત તમામની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ સાથે અરજદારો માટે ઓનલાઈન ફરિયાદ કે અરજી કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

કચેરીને બહારથી જ બંધ કરી દેવામાં આવી
સુરત જિલ્લા શિક્ષાધિકારીની કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારી કોરોના પોઝિટિવ આવતા જ કોરોનાનું વધુ સંક્રમણ નહીં થાય તે માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરુએ આજથી કચેરી પર સામાન્ય લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દીધો છે. કચેરીને બહારથી બંઘ કરી દેવામાં આવી છે. 

શહેરીજનોની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય
અરજદાર કે પછી શિક્ષક કે સ્કૂલ સંચાલકો જેમની કોઈ પણ રજૂઆત ફરિયાદ હોય તે ઓનલાઈન લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અંદર સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ રાજ્યગુરુના જણાવ્યા મુજબ કોરોનાના કારણે શહેરીજનોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. કેમકે કચેરીમાં વધુ લોકો આવશે તો ચેપ પણ એટલો જ ફેલાશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી