સુરત / દેશના 100 શહેરોમાંથી પ્રોજેક્ટના અમલીકરણના બેસ્ટ પર્ફોમન્સ બદલ સુરતને સિટી એવોર્ડ

વિશાખાપટ્ટનમ ખાતે સિટી માટેના એવોર્ડથી સુરત પાલિકાને સન્માનિત કરાઈ હતી.
વિશાખાપટ્ટનમ ખાતે સિટી માટેના એવોર્ડથી સુરત પાલિકાને સન્માનિત કરાઈ હતી.

  • સુરત સ્માર્ટ સિટીને સિટી એવોર્ડ અને 2 પ્રોજેક્ટ એવોર્ડ્સ

Divyabhaskar.com

Jan 24, 2020, 03:22 PM IST

સુરતઃવિશાખાપટ્ટનમ ખાતે ધી મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા તમામ સ્માર્ટ સિટીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ઈન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ-2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તમામ સ્માર્ટ સિટી પાસેથી 7 અર્બન થીમ અંતર્ગત પ્રોજેક્ટનું નોમિનેશન મંગાવવામાં આવ્યું હતું.જેમાંથી સુરતના બે પ્રોજેક્ટને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ બે પ્રોજેક્ટને મળ્યો એવોર્ડ

ધી મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સુરત સ્માર્ટ સિટીના બે પ્રોજેક્ટ રિસ્ટોરેશન,રિ યુઝ એન્ડ રિ ડેવલેપમેન્ટ ઓફ સુરત કેસ્ટલ પ્રોજેક્ટને કલ્ચર એન્ડ ઈકોનોમી કેટેગરીમાં તેમજ વન સિટી વન કાર્ડ ડિજીટલાઈઝેશન ફોર કેશલેશ ટ્રાવેલ બાય ઈન્ટીગ્રેશન ઓફ ઓટોમેટીક ફેર કલેક્શન સિસ્ટમ વીથ સુરત મની કાર્ડ પ્રોજેક્ટને મોબિલીટી એન્ડ ટ્રાન્સપોર્ટેશન કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે.

સિટી એવોર્ડ પ્રાપ્ત થયો

સુરત સ્માર્ટ સિટી દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત બે પ્રોજેક્ટ ઉપરાંત SMAC સેન્ટર, ઈન્ટેલિજન્ટ ટ્રાન્જીસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, AIC સુરતી iLAB ફાઉન્ડેશન, વિઝ્યુઅલ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ મોડલ રોડ, એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ, સોલાર એન્ડ વિન્ડ પાવર જનરેશન,એફોર્ડેબલ હાઉસિંગ જેવા પ્રોજેક્ટના સફળતાપૂર્વક અમલ કરવા માટે આ વર્ષે પણ MoHUA દ્વારા સુરતને સ્માર્ટસિટી પ્રોજેક્ટના અમલીકરણ અન્વયે દેશમાં તમામ 100 સ્માર્ટ સિટીઓમાં બેસ્ટ પર્ફોમન્સ બદ સિટી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

X
વિશાખાપટ્ટનમ ખાતે સિટી માટેના એવોર્ડથી સુરત પાલિકાને સન્માનિત કરાઈ હતી.વિશાખાપટ્ટનમ ખાતે સિટી માટેના એવોર્ડથી સુરત પાલિકાને સન્માનિત કરાઈ હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી