ધારણા / ગુજરાતના 5 લાખ ફિક્સ પગારદારોને બિહાર અંગેનો સુપ્રીમનો ચુકાદો નડશે નહીં

divyabhaskar.com

May 10, 2019, 03:31 PM IST
Supreme Court verdict on bihar contractual teachers may not affect 5 lakh fix pay employee of government of Gujarat

 • બિહારના કર્મચારીઓની એડહોક ધોરણે તો ગુજરાતના કર્મચારીઓની સરકારી ધોરણે નિમણૂંક
 • વિદ્યાસહાયક, શિક્ષણસહાયક, વનસહાયક વગેરે મળીને ગુજરાતમાં આશરે 5 લાખ ફિક્સ પગારદારો  

અમદાવાદઃ બિહારના ફિક્સ પગારદાર શિક્ષકોએ 'સમાન કામ સમાન વેતન' અન્વયે પૂરા પગારની કરેલી માગણી શુક્રવારે સર્વોચ્ચ અદાલતે ખારિજ કરી દીધી હતી. આવો જ મુદ્દો ગુજરાતના આશરે 5 લાખ ફિક્સ પગારદારો લાંબા સમયથી ઊઠાવી રહ્યા છે, જે મુદ્દો પણ અદાલતમાં પેન્ડિંગ છે. એ સંજોગોમાં બિહાર અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો ગુજરાતના ફિક્સ પગારદારોને લાગુ પડશે કે કેમ એ વિશે વ્યાપક અટકળો વહેતી થઈ છે. જોકે, બિહાર અને ગુજરાત બંનેના કિસ્સા અલગ હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ જોતાં બિહારના ચૂકાદાની નકારાત્મક અસર ગુજરાતના ફિક્સ પગારદારોને પડી શકે નહીં.

શું છે બિહારનો ચુકાદો?

બિહારના શિક્ષકોને સમાન કામ સમાન વેતન અંગે હાઈકોર્ટે તરફેણનો ચુકાદો આપ્યો એ પછી બિહાર સરકાર સર્વોચ્ચ અદાલતમાં ગઈ હતી. જ્યાં સર્વોચ્ચ અદાલતે બિહારના ફિક્સ પગારદારોને એડહોક ગણાવ્યા છે. આ કર્મચારીઓને જાહેર થયેલ મહેકમ (સરકારી નોકરીની જગ્યા) વગર ભરતી આપવામાં આવી હતી. ઉપરાંત, તેમને નિયત થયેલ ભરતી પ્રક્રિયા વગર નોકરી પર રાખવામાં આવ્યા હતા. એ માટેની આવશ્યક યોગ્યતાઓ તેમજ કાર્યવાહી પણ બાદમાં થયેલી હોવાથી નોકરીના પ્રથમ દિવસથી તેમને સમાન વેતન લાગુ કરી શકાય નહીં.

શું છે ફિક્સ પેનું ગુજરાત મોડેલ?

ગુજરાતમાં તમામ ફિક્સ પગારદારો જાહેર થયેલ મહેકમ મુજબની જગ્યાઓ પર જ પસંદગી પામ્યા છે. તેમની નિમણૂંકની પ્રક્રિયા પણ નિયત થયેલ ધોરણસરની છે તેમજ તમામ કર્મચારીઓ આવશ્યક લાયકાત સાથે નિયત થયેલ પરીક્ષાઓ પાસ કર્યા પછી પસંદગી પામ્યાં છે. તેમના નિમણૂંક પત્ર પર પણ પાંચ વર્ષ પછી કાયમી કર્મચારીના ધોરણ મુજબનો પગાર મળવાપાત્ર હોવાનું સરકાર દ્વારા કહેવાયું છે. એ સંજોગોમાં ગુજરાતના ફિક્સ પગારદારોનો કેસ બિહારની સરખામણીએ વધુ મજબૂત છે. ઉલટાનું, બિહાર અંગેના સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી ગુજરાતના ફિક્સ પગારદારો માટે સમાન કામ-સમાન વેતનની માગમી સંતોષાવાની શક્યતા વધુ ઉજળી બની છે.

ફિક્સ-પેનું ગુજરાત મોડેલ સરકારને નડશે?

હવે સરકારના દૃષ્ટિકોણથી વાત કરીએ તો બિહાર સરકારે ફિક્સ પગારદારોની ભરતી પ્રક્રિયામાં જ કાયમીની સરખામણીએ સ્પષ્ટ અંતર રાખ્યું હોવાથી સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં સરકારની જીત થઈ છે. જ્યારે ગુજરાત સરકારે નિમણૂંક, ભરતી પ્રક્રિયા અને કામગીરીમાં કાયમી અને ફિક્સ પગારદારો વચ્ચે કોઈ ફરક રાખ્યા વગર વેતનમાં જ પાંચ વર્ષ માટે નોંધપાત્ર ફરક રાખ્યો છે. આથી આગામી સમયમાં જો ગુજરાતના ફિક્સ પગારદારોની તરફેણમાં અદાલતનો ચુકાદો આવે તો એ ફિક્સ પગારના ગુજરાત મોડેલની નિષ્ફળતા ગણાશે.

(ફિક્સ પગારદારોના સંગઠનના અગ્રણી રજનીકાંત ભારતીય, પ્રવિણ રામ સાથેની વાતચીતના આધારે)

X
Supreme Court verdict on bihar contractual teachers may not affect 5 lakh fix pay employee of government of Gujarat
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી