તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • The Supreme Court Has Said That The MD Of The Telecom Companies Will Be Sent To Jail If They Do Not Obey The Order

સુપ્રીમ કોર્ટે કહ્યું- આદેશ ન માન્યો તો ટેલિકોમ કંપનીઓના એમડીને જેલમાં મોકલવામાં આવશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ મામલામાં કહ્યું છે કે ટેલિકોમ કંપનીઓની બાકીની રકમનું ફરીથી રિએસેસમેન્ટ કરવું તે કોર્ટની અવગણના ગણાશે. જરૂરિયાત પડી તો અમે તમામ ટેલિકોમ કંપનીઓના એમડીને કોર્ટમાં બોલાવીને જેલમાં મોકલી દઈશું. સરકાર એજીઆરને રીએસેસમેન્ટ કરવાની પરવાનગી આપી તો એ ડગો ગણાશે. જો કંપનીઓને સેલેફ એસેસમેન્ટની પરવાનગી આપીશું તો અમે પણ આ ફ્રોડમાં પાર્ટી બની જઈશું. આ કોર્ટની પ્રતિષ્ઠાનો સવાલ છે. કોર્ટે કહ્યું છે કે જ્યારે ટેલિકોમ ડિપાર્ટમેન્ટની ડિમાન્ડને માનવામાં આવી છે તો ફરીથી એસ્ટીમેશન કઈ રીતે કરી શકાય.
કોર્ટે સોલિસિટર જનરલને પૂછ્યુ કે રીએસેસમેન્ટ અને આ મામલાને ફરીથી ખોલવાની પરવાનગી કોણે આપી ? જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચે કહ્યું કે કોર્ટ તો રીએસમેન્ટની પરવાનગી આપી નથી તો શું અમે મૂર્ખ છીએ ? આ મામલામાં જે કઈ પણ થઈ રહ્યું છે તે ચોંકાવનારું છું. સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. ટેલિકોમ કંપનીઓને સેલ્ફ એસેસમેન્ટની પરવાનગી આપવામાં આવી તો ટેલિકોમ સેક્રેટરી અથવા તો ડેસ્ક ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. કોર્ટે કહ્યું કે કંપનીઓએ કમાણી કરી છે અને તેમણે ચુકવણી પર કરવાની હશે. તેમણે સેલ્ફ એસેસમેન્ટ કે પછી રીએસમેન્ટ કર્યું તો તે કોર્ટની અવગણના ગણાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો