તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Supreme Court Says If The Assembly Does Not Run And The Government Loses A Majority, The Governor Can Direct The Floor Test

આજે કમલનાથ સરકારની ફ્લોર ટેસ્ટ થશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- સાંજે 5 વાગ્યા સુધી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેંગલુરૂમાં ઉપસ્થિત કોંગ્રેસના 22 બળવાખોર ધારાસભ્યોએ 17 માર્ચના પ્રેસ કોન્ફરન્સ કરી હતી
  • જો બળવાખોર ધારાસભ્યો વિધાનસભામાં આવવા માંગતા હોય તો કર્ણાટક અને મધ્યપ્રદેશ DGP તેમને સુરક્ષા આપવાની વ્યવસ્થા કરે: સુપ્રીમ કોર્ટ
  • સુપ્રીમ કોર્ટે પૂછ્યું- શું સ્પીકર બળવાખોર ધારાસભ્યો સાથે વીડિયો લિન્ક દ્વારા વાત કરવાનો નિર્ણય લઇ શકે છે ?
  • તેના પર સ્પીકર તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક સિંઘવીએ કોર્ટને જણાવ્યું- આવું કરવું શક્ય નથી

નવી દિલ્હી: મધ્યપ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાની ભાજપની અરજી પર ગુરુવારે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી હતી. કોર્ટે કહ્યું છે કે શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કાયદા પ્રમાણે હાથ દેખાડીને ફ્લોર ટેસ્ટ કરવામાં આવે.આ પહેલા સુનાવણીમાં ક સુપ્રીમ કોર્ટે સ્પીકર એનપી પ્રજાપતિને પુછ્યું કે, શું તે વીડિયો લિંક દ્વારા બળવાખોર ધારાસભ્ય સાથે વાત કરીને નિર્ણય લઈ શકે છે? આ અંગે સ્પીકર તરફથી રજુ કરાયેલા વકીલ અભિષેક સિંઘવીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, આવું શક્ય જ નથી. સુપ્રીમ કોર્ટ પણ સ્પીકરને મળેલા વિશેષાધિકારને હટાવી ન શકે. ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરતી અરજી ભાજપે દાખલ કરી છે. તેના પર જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચ સુનાવણી કરી રહી છે. 

કોર્ટરૂમમાં શું થયું : સ્પીકરે કહ્યું- કોર્ટ નિર્દેશ આપશે તો બંધારણીય સમસ્યાઓ પેદા થશે
વીડિયો કોન્ફરન્સિંગ પર: બેન્ચની સલાહ હતી કે અમે બેંગલુરૂ અથવા બીજે ક્યાંક સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવશે જેથી બળવાખોર ધારાસભ્યો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્પીકર સાથે વાત કરી શકે. સ્પીકરે આ સલાહને ફગાવી હતી.
બળવાખોર ધારાસભ્યો પર: બેન્ચે સ્પીકરને પૂછ્યું કે બળવાખોર ધારાસભ્યોના રાજીનામાના મામલામાં ક્યાંય કોઇ તપાસ થઇ છે અથવા તેના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો છે ? તેના પર સ્પીકર તરફથી રજૂ થયેલા વકીલ સિંઘવીએ કહ્યું કે જ્યારે કોર્ટ સ્પીકરને નક્કી કરેલા સમયની અંદર પગલા ભરવાના નિર્દેશ આપવા લાગશે તો તેનાથી બંધારણીય સમસ્યા પેદા થશે. 

ફ્લોર ટેસ્ટ પર : બેન્ચે દરેક પક્ષોને પૂછ્યું કે શું ધારાસભ્યોના રાજીનામા અથવા તેમને અયોગ્ય ઠેરવવાના સ્પીકરના કોઇ પણ નિર્ણયથી ફ્લોર ટેસ્ટ પર અસર પડશે ?  બંધારણીય સિદ્ધાંતો પર નજર કરીએ ધારાસભ્યોના રાજીનામા અથવા તો તેમની અયોગ્યતાનો મુદ્દો સ્પીકર સામે પેન્ડીંગ રહે તો ટ્રસ્ટ વોટ પર કોઇ રોક નથી લાગતી. તેના માટે કોર્ટને બીજા મુદ્દા પર જોવું પડશે કે શું રાજ્યપાલ તેમને મળેલા અધિકારોથી ઉપર જઇને કોઇ પગલું ભર્યું છે ? જો વિધાનસભાનું સત્ર ન ચાલતું હોય અને તેમાં સરકાર બહુમત ગુમાવી દે તો રાજ્યપાલ પાસે સ્પીકરને વિશ્વાસમતનું પરિક્ષણ કરવા અંગે નિર્દેશ દેવાનો અધિકાર છે. તેના પર સ્પીકરે કહ્યું કે રાજ્યપાલ એ નક્કી ન કરી શકે કે સરકાર પાસે બહુમત છે કે નહીં. તે સદનને નક્કી કરવાનું હોય છે. રાજ્યપાલને ત્રણ જ અધિકાર છે- સદનનું સત્ર બોલાવે, સત્રને સસ્પેન્ડ કરે અથવા અથવા સદનને ભંગ કરી દે. 

કમલનાથ પર : રાજ્યપાલ લાલજી ટંડન તરફથી રજૂ થયેલા વકીલે બેન્ચને કહ્યું કે મુખ્યમંત્રી કમલનાથ એક તરફ બેઠા છે અને સ્પીકર કોર્ટમાં રાજકીય લડાઇ લડી રહ્યા છે. 

કોંગ્રેસ ઇચ્છે છે કે પેટા ચૂંટણી થવા સુધી ફ્લોર ટેસ્ટ ન થાય 
કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા બાદ ખાલી થયેલી સીટો પર પેટા ચૂંટણી થવા સુધી ફ્લોર ટેસ્ટ ન કરાવવાની માંગ કરી હતી. ભાજપે તેનો વિરોધ કર્યો. કોર્ટે કહ્યું કે 16 બળવાખોર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં સામેલ થાય કે નહીં, પરંતુ તેમને બંધક બનાવીને રાખી ન શકાય. બીજી તરફ ધારાસભ્યોએ કહ્યું કે સ્પીકરને તેમના રાજીનામા મંજૂર કરવાના નિર્દેશ આપવામાં આવે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ હેમેંત ગુપ્તાની બેન્ચમાં કોંગ્રેસના વકીલ દુષ્યંત દવે, ભાજપના વકીલ મુકુલ રોહતગી, રાજ્યપાલના વકીલ તુષાર મહેતા, સ્પીકરના વકીલ અભિષેક મનુ સિંઘવી અને બળવાખોર ધારાસભ્યોના વકીલ મનિંદરસિંહે રજૂઆત કરી હતી. 
 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો