હૈદરાબાદ એન્કાઉન્ટર / સુપ્રીમે કહ્યું આરોપીઓનાં શબ સુરક્ષિત રાખવા અંગે હાઈકોર્ટનો આદેશ જારી રહેશે

સુપ્રીમકોર્ટની ફાઇલ તસવીર.
સુપ્રીમકોર્ટની ફાઇલ તસવીર.

  • ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેના વડપણ હેઠળની બેન્ચનો આદેશ
  • પોલીસે આરોપીઓને 6 ડિસેમ્બરે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા

Divyabhaskar.com

Dec 14, 2019, 05:47 AM IST
નવી દિલ્હી: સુપ્રીમકોર્ટે કહ્યું કે હૈદરાબાદમાં વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કરનારા આરોપીઓના શબ આગામી આદેશ સુધી સુરક્ષિત રાખવા અંગે હાઈકોર્ટના દિશા-નિર્દેશ આગામી આદેશ સુધી જારી રહેશે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેના વડપણ હેઠળની બેન્ચે ગુરુવારે તેમના આદેશમાં આ સ્પષ્ટ કર્યુ હતું. તેલંગાણા હાઈકોર્ટે 9 ડિસેમ્બરે પોતાના આદેશમાં આગામી આદેશ સુધી સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસે આરોપીઓને 6 ડિસેમ્બરે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. એન્કાઉન્ટર પર સવાલ ઉઠ્યાં છે, જેની તપાસ માટે સુપ્રીમકોર્ટે ન્યાયિક પંચની રચના કરી છે. પંચ છ મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે.
દિલ્હી સરકાર સ્કૂલો-કોલેજોમાં સારા વર્તનના શપથ અપાવશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર તમામ સ્કૂલો અને કોલેજોમાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ સાથે સારું વર્તન કરવા અને મહિલાઓ વિરુદ્ધ ગુનામાં સામેલ ન થવાના શપથ અપાવશે. તે હેઠળ ક્લાસમાં એક કલાક સુધી મહિલાઅોનું સન્માન કરવા અંગે ચર્ચા કરાશે.
X
સુપ્રીમકોર્ટની ફાઇલ તસવીર.સુપ્રીમકોર્ટની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી