ટાટા સન્સ વિવાદ / રજિસ્ટ્રાર ઓફ કંપનીઝની અરજી રદ્દ કરવાના ટ્રીબ્યુનલના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો

Supreme Court issues stay order on Tribunal verdict dismissing registrar of companies

  • એપેલેટ ટ્રીબ્યુનલે કહ્યું હતું- ટાટા સન્સને પબ્લિકથી પ્રાઈવેટ કંપનીમાં બદલવી ગેરકાયદેસર હતુ
  • રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના ચુકાદાથી ગેર-કાયદેસર શબ્દ હટાવવા અપીલ કરી હતી
  • ટ્રીબ્યુનલના ચુકાદામાં સુધારો કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો, ટાટા સન્સે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી

Divyabhaskar.com

Jan 24, 2020, 12:16 PM IST

મુંબઈઃ ટાટા સન્સ કેસમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝની અરજી રદ્દ કરવાના નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે આજે સ્ટે ઓર્ડર આપ્યો છે. ટાટા સન્સે નેશનલ કંપની લો એપેલેટના આદેશ સામે અરજી કરી હતી. એપેલેટ ટ્રીબ્યુનલે 6 જાન્યુઆરીના રોજ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC)ની અરજી નકારી દીધી હતી. ROCએ અપીલ કરી હતી કે ટાટા સન્સને પ્રાઈવેટ કંપની બનાવવાને લગતા એક કેસમાં ટ્રીબ્યુનલે 18મી ડિસેમ્બરના રોજ તેના ચુકાદાથી ગેરકાયદેસર તથા રજીસ્ટ્રાર ઓફ કંપનીઝની મદદથી જેવા શબ્દ હટાવી લેવામાં આવે. પરંતુ, ટ્રીબ્યુનલના ચુકાદામાં સુધારો કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ અગાઉ ટ્રીબ્યુનલે કહ્યું હતું કે ટાટા સન્સના બોર્ડે ROCની મદદથી કંપનીને પબ્લિકથી પ્રાઈવેટ કંપનીમાં બદલવામાં આવી તે એક ગેરબંધારણીય બાબત હતી.

એપેલેટ ટ્રીબ્યુનલે ટાટા સન્સ-સાયરસ મિસ્ત્રી વિવાદમાં ચુકાદો આપ્યો હતો

એપેલેટ ટ્રીબ્યુનલે સાયરસ મિસ્ત્રીને ફરીથી ટાટા સન્સના ચેરમેન બનાવવા આદેશ કર્યો હતો. ટાટા સન્સે ઓક્ટોબર,2016માં મિસ્ત્રી પર વિશ્વાસ નહીં હોવાની વાત કરી તેમને ચેરમેન પદ પરથી હટાવ્યા હતા. ટ્રીબ્યુનલે આ ચુકાદાને ખોટો ઠરાવી મિસ્ત્રીની પુનનિમણૂક કરવા આદેશ કર્યો હતો. પરંતુ, ટાટા સન્સની અપીલ અંગે સુપ્રીમ કોર્ટે 10મી જાન્યુઆરીના રોજ ટ્રીબ્યુનલના ચુકાદા પર સ્ટે ઓર્ડર આપ્યો હતો. ટાટા સન્સ હવે ROCના પક્ષમાં પણ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. કોર્ટે કહ્યું છે કે ટ્રીબ્યુનલના ચુકાદા સામે ટાટા સન્સની મુખ્ય અરજી સાથે તે અંગે સુનાવણી કરવામાં આવશે.

X
Supreme Court issues stay order on Tribunal verdict dismissing registrar of companies
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી