• Home
  • National
  • Supreme Court issues notice to UIDAI on fresh application filed in Aadhaar case

જાહેર હિતની અરજી / ખાનગી કંપનીઓ દ્વારા આધાર ડેટાના ઉપયોગને લગતા કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો

Supreme Court issues notice to UIDAI on fresh application filed in Aadhaar case

Divyabhaskar.com

Nov 22, 2019, 03:46 PM IST

નવી દિલ્હીઃ હાઈકોર્ટે ખાનગી કંપનીઓને ગ્રાહકોના સ્વૈચ્છીક પ્રમાણીકરણ માટે આધાર ડેટાનો ઉપયોગ કરવા મંજૂરી આપતા કાયદામાં સુધારો કરવાની કાનૂની માન્યતાને પડકારતી એક અરજીને ધ્યાન પર લીધી છે અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે અને ન્યાયમૂર્તિ બી આર ગવઈની બનેલી ખંડપિઠે એસજી વોમ્બટકેરે તથા માનવ અધિકાર કાર્યકર્તા બેજવડા વિલ્સનની જાહેર હિતની અરજી અંગે સુનવણી સમયે કેન્દ્ર સરકાર અને ભારતના યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ને પણ નોટિસ પાઠવી છે.

અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આધાર કાયદામાં વર્ષ 2019 માં કરવામાં આવેલો સુધારો સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશનું ઉલ્લંઘન છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારે આ મારફતે ખાનગી કંપનીઓની પાછલા દરવાજાથી પ્રવેશ કરાવ્યો છે. આ અગાઉ પાંચ ન્યાયધિશોની બનેલી ખંડપિઠે આધાર કાયદાની માન્યતા યથાવત રાખવા સાથે કેટલીક બાબતોને લઈ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ખાનગી કંપનીઓએ ગ્રાહકોની મંજૂરીથી તેમની જાણકારીના પ્રમાણીકરણ માટે ડેટા ઉપયોગ કરવાની મંજૂરી આપી શકાય નહીં. ત્યારબાદ કેન્દ્રએ કાયદામાં સુધારો કરી બેન્ક ખાતા ખોલવા તથા મોબાઈલ ફોન કનેક્શન માટે ગ્રાહકોને ઓળખ પત્ર તરીકે આધાર કાર્ડના સ્વૈચ્છીક ઉપયોગ માટે મંજૂરી આપવા સંશોધન કર્યું હતું.

X
Supreme Court issues notice to UIDAI on fresh application filed in Aadhaar case

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી