• Home
  • National
  • Supreme Court directs new law to be created, Kerala government says

સબરીમાલા / સુપ્રીમ કોર્ટનો નિર્દેશ- નવો કાયદો બનાવો, કેરળ સરકારે કહ્યું- સંશોધન ચાલુ, મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ રહેશે

Supreme Court directs - new law to be created, Kerala government says

  • સબરીમાલામાં મહિલાઓને પ્રવેશ આપવાના વિરોધમાં 65 રિવ્યૂ પિટીશન દાખલ
  • આ અરજીઓમાં ધાર્મિક આસ્થાથી જોડાયેલા વિષયમાં કોર્ટની દખલના અધિકારને પડકારવામાં આવ્યો

Divyabhaskar.com

Nov 20, 2019, 06:52 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને 4 અઠવાડિયામાં સબરીમાલા મુદ્દે નવો કાયદો બનાવવાનું કહ્યું છે. બુધવારે પંડલમ રાજઘરાનાની અરજી પર સુનવણી કરતી વખતે 3 સભ્યો વાળી બેન્ચએ આ આદેશ જાહેર કર્યો. તેના પર રાજ્ય સરકારના વકીલે કહ્યું કે મંદિરોના પ્રબંધન માટે અલગ કાયદો બનાવવામાં આવી રહ્યો છે. સાથે જ મંદિરોની સલાહકાર સમિતિમાં મહિલાઓના સામેલ કરવાની વાત પણ કહી હતી. ત્યારબાદ કોર્ટે આગામી સુનવણી જાન્યુઆરી 2020માં કરવાનો આદેશ આપ્યો.

આ મામલે સુનવણી કરી રહેલા જસ્ટિસ સુભાષ રેડ્ડી, જસ્ટિસ એન.વી.રમન્ના અને જસ્ટિસ બી.આર. ગવઇની બેન્ચ સમક્ષ કેરળ સરકારના વકીલે કહ્યું કે નવા કાયદા અંતર્ગત તે દરેક મંદિરોનું પ્રબંધન કરવામાં આવશે જેનું સંચાલન વર્તમાનમાં ત્રાવણકોર દેવાસ્વમ બોર્ડ કરે છે. કાયદાના ડ્રાફ્ટમાં મંદિરોની સલાહકાર સમિતિમાં એક તૃતિયાંશ પ્રતિનિધિત્વ મહિલાઓને આપવાનો પણ પ્રસ્તાવ છે. રાજ્ય સરકારે કહ્યું કે અત્યારે 50 વર્ષથી વધારેની ઉંમરની મહિલાઓને તેમાં સામેલ કરવામાં આવશે.

ચૂકાદા બાદ સુપ્રીમ કોર્ટમાં 65 અરજી દાખલ
આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં કુલ 65 અરજી દાખલ કરવામાં આવી છે જેમાં 56 પુનરીક્ષણ અરજી, 4 નવી રીટ અરજીઓ અને 5 ટ્રાન્સફર અરજીઓ સામેલ છે. દરેક અરજદારોએ લોકોની ધાર્મિક આસ્થાથી જોડાયેલા વિષયમાં કોર્ટની દખલગીરીને પડકારી હતી. અરજીઓમાં કહેવામાં આવ્યું- સબરીમાલામાં સ્થિત દેવ પ્રતિમા બ્રહ્મચારી સ્વરૂપ છે અને 10થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશ આપીને સદીઓ જૂના વિશ્વાસને તોડવો ન જોઇએ.

પંડલમ રાજઘરાનાએ પણ અધિકારો માટે અરજી લગાવી
બુધવારે કોર્ટનો આદેશ પંડાલમ રાજઘરાનાની અરજી પર આવ્યો જેમાં તેમણે અધિકારોની રક્ષા માટે અરજી દાખલ કરી હતી. તેમની અજીમાં તેમણે સુપ્રીમ કોર્ટના 28 સપ્ટેમ્બર, 2018ના આદેશને પડકાર્યો હતો. કોર્ટે દરેક ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશનો અધિકાર આપ્યો હતો જ્યારે આ મામલામાં દાખલ રિવ્યૂ પિટિશન 7 જજોની મોટી બેન્ચ સમક્ષ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

કોર્ટે પહેલા પણ કેરળ સરકારને નિર્દેશ આપ્યો
શીર્ષ કોર્ટે ગત વર્ષે ઓગસ્ટમાં પણ કેરળ સરકારને સબરીમાલા મંદિરને લઇને નવો કાયદો લાવવા કહ્યું હતું પરંતુ રાજ્ય સરકારે ત્રાવણકોર-કોચીન રિલીજીયસ ઇન્સ્ટિટ્યૂશન એક્ટનો ડ્રાફ્ટ રજૂ કર્યો. હકીકતમાં રાજ્ય સરકાર સબરીમાલા અને બાકીના મંદિરો માટે સંયુક્ત રૂપે કાયદો લાવવા માગતી હતી પરંતુ બુધવારે કોર્ટે નવા નિર્દેશ જાહેર કરવાની સાથે આ મામલાની સુનવણી જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા સુધી ટાળી દીધી હતી.

X
Supreme Court directs - new law to be created, Kerala government says

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી