અપકમિંગ / સની કૌશલ, રાધિકા મદાન, મોહિત રૈના અને ડાયના પેન્ટી સ્ટારર ફિલ્મનું ટાઇટલ ‘શિદ્દત’ કરણ જોહરે ખુશી ખુશી દિનેશ વિજનને આપ્યું

divyabhaskar.com

May 16, 2019, 06:58 PM IST
Sunny Kaushal, Radhika Madan, Mohit Raina and Diana Penty starrer 'Shiddat', will be released in 2020

  • દિનેશ વિજન ‘શિદ્દત’ ફિલ્મના પ્રોડ્યૂસર 
  • અગાઉ કરણ જોહરે તેની એક ફિલ્મનું વર્કિંગ ટાઇટલ ‘શિદ્દત’ રાખ્યું હતું 
  • ફિલ્મમાં સની કૌશલ, રાધિકાની જોડી અને મોહિત રૈના, ડાયના પેન્ટી ની જોડી છે
  • ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે

બોલિવૂડ ડેસ્ક: પ્રોડ્યૂસર દિનેશ વિજન જેણે હિન્દી મીડિયમ, સ્ત્રી, લુકા છુપ્પી જેવી ફિલ્મો બનાવી છે તે હવે એક નવી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘શિદ્દત- જર્ની બિયોન્ડ લવ’ છે. ‘શિદ્દત’ ફિલ્મ ટાઇટલ અગાઉ કરણ જોહર પાસે હતું. ઘણા સમય પહેલાં કરણ જોહરે વરુણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મનું વર્કિંગ ટાઇટલ ‘શિદ્દત’ રાખ્યું હતું પરંતુ, પછીથી તે ફિલ્મનું નામ ’કલંક’ રખાયું હતું. દિનેશ વિજને કહ્યું કે, ‘હા, આ ટાઇટલ કરણ જોહર પાસે હતું અને તેણે પ્રેમથી મને આ ટાઇટલ આપી દીધું. ‘શિદ્દત’ શબ્દમાં ફિલ્મનો સાચો હાર્દ રહેલો છે.’

‘શિદ્દત’ ફિલ્મની લીડ સ્ટારકાસ્ટમાં વિકી કૌશલનો ભાઈ સની કૌશલ, ‘પટાખા’ ફેમ રાધિકા મદાન, ‘ઉરી’ ફેમ એક્ટર મોહિત રૈના અને ડાયના પેન્ટી છે. ફિલ્મમાં સની કૌશલ-રાધિકાની જોડી અને મોહિત-ડાયનાની જોડી છે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે અને 2020માં ઉનાળામાં રિલીઝ થઇ શકે છે.

ફિલ્મના ટાઇટલ મુજબ જ ફિલ્મની સ્ટોરી બે કપલના ઇન્ટેન્સ, પેશનેટ રોમાન્સની હશે જે એકબીજાની સમાંતર ચાલશે. દિનેશ વિજને જણાવ્યું કે, ‘શિદ્દત એ માત્ર એક લવ સ્ટોરી નથી પણ તેના માટે તમે ક્યાં સુધી જાવ છો તેની સ્ટોરી છે.’ શિદ્દત ફિલ્મને કુણાલ દેશમુખ ડિરેક્ટ કરશે અને ફિલ્મના રાઇટર શ્રીધર રાઘવન અને ધીરજ રત્તન છે. આ ફિલ્મને દિનેશ વિજન અને ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

‘શિદ્દત’ ફિલ્મ રાધિકા મદાનની દિનેશ વિજનના ‘Maddock’ પ્રોડક્શન સાથેની બીજી ફિલ્મ છે. હાલ તે દિનેશ વિજનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું શૂટિંગ કરી છે. જેમાં તે ઈરફાન ખાનની દીકરીના રોલમાં છે. ડાયના પેન્ટીએ તેનું બોલિવૂડ ડેબ્યુ પ્રોડ્યૂસર દિનેશ વિજનની ફિલ્મ ‘કોકટેલ’થી કર્યું હતું.

વિકી કૌશલનો ભાઈ સની હાલ ‘ભાંગડા પા લે’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. મોહિત રૈનાએ વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’થી ડેબ્યુ કર્યું હતું.

X
Sunny Kaushal, Radhika Madan, Mohit Raina and Diana Penty starrer 'Shiddat', will be released in 2020
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી