ઉત્તરપ્રદેશ / સુન્ની વકફ બોર્ડ રિવ્યૂ પિટીશન દાખલ નહીં કરે, જમીન વિશેનો નિર્ણય આગામી બેઠકમાં

Sunni Waqf Board will not file review petition, decision on land in next meeting

  • લખનૌના મોલ એવેન્યૂ સ્થિત બોર્ડ કાર્યાલયમાં બેઠક બોલાવવામાં આવી હતી
  • જમીન લેવા પર ત્યાં શું નિર્માણ થશે તેના વિશે આગામી બેઠકમાં વિચાર થશે

Divyabhaskar.com

Nov 26, 2019, 03:00 PM IST

લખનૌ: સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડની મંગળવારે એક બેઠક થઇ હતી. તેમાં બહુમત સાથે નક્કી કરવામાં આવ્યું કે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ નહીં કરવામાં આવે. બેઠકમાં ઉપસ્થિત સાતમાંથી છ સભ્યોએ તેના પર સહમતિ આપી. 5 એકર જમીન લેવાના મુદ્દા પર આગામી બેઠકમાં વિચાર થશે. બોર્ડના આઠ સભ્યોમાંથી પ્રયાગરાજથી વકીલ કોટે સે ઇમરાન બાબૂદ ખાંએ બેઠકનો બહિષ્કાર કર્યો.

બોર્ટના સદસ્ય અબ્દુલ રઝાકે કહ્યું- હું એકમાત્ર સભ્ય હતો જેણે અવાજ ઉઠાવ્યો કે રિવ્યૂ પિટીશન દાખલ થાય. બોર્ડ ચેરમેન જુફર ફારૂકીએ કહ્યું- ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એક અલગ સંસ્થા છે. પછી તેમના ચૂકાદા પર અમે શા માટે કોઇ વિચાર કરીએ.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રિવ્યૂ પિટીશનનો નિર્ણય લીધો હતો
આ પહેલા સુપ્રીમ કોર્ટમાં સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના વકીલ રહેલા જફરયાબ જિલાની અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કોર્ટના ચૂકાદા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે વકફ બોર્ડના ચેરમેને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ ચૂકાદા વિરુદ્ધ નહીં જાય. AIMPLB અયોધ્યા કેસમાં કોઇ પક્ષકાર નથી.

તો દસ્તાવેજોમાંથી હટશે બાબરી મસ્જિદનું નામ
આગામી બેઠકમાં વકફ બોર્ડના દસ્તાવેજોમાંથી બાબરી મસ્જિદનું નામ હટાવવા પર મહોર લાગવાની સંભાવના છે. સર્વે વકફ કમિશ્નર વિભાગે 75 વર્ષ પહેલા 1944માં સુન્ની વકફ બોર્ડના દસ્તાવેજોમાં બાબરી મસ્જિદને દાખલ કરાવી હતી. આ વકફ નંબર 26 પર બાબરી મસ્જિદ અયોધ્યા જિલા ફૈઝાબાદ નામથી દાખલ છે, જેને સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ હવે હટાવવાનું છે.

X
Sunni Waqf Board will not file review petition, decision on land in next meeting
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી