નિર્ણય / અયોધ્યા કેસમાં SCના ચૂકાદા પર સુન્ની વક્ફ બોર્ડ પુનર્વિચાર અરજી દાખલ નહીં કરે

ઝફર ફારૂકી
ઝફર ફારૂકી

Divyabhaskar.com

Nov 09, 2019, 04:57 PM IST

નેશનલ ડેસ્ક:ઉત્તરપ્રદેશ સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકીએ કહ્યું છે કે બોર્ડ અયોધ્યા વિવાદ પર આવેના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુનર્વિચાર અરજી દાખલ નહીં કરે. બોર્ડે નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે તેમણે પહેલાથી જ સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટનો જે કંઇ પણ ચૂકાદો આવશે તેને દિલથી માનવામાં આવશે.

ફારૂકીએ કહ્યું કે સૌ કોઇને ભાઇચારા સાથે આ ચૂકાદાનું સન્માન કરવું જોઇએ. આ કેસમાં સુન્ની વક્ફ બોર્ડ એક મુખ્ય પક્ષકાર છે. ફારૂકીને જ્યારે પૂછાયું કે ઔવેસીએ આ નિર્ણયને પડકારવા તેમજ મસ્જિદ માટે પાંચ એકડ જમીન ન લેવાની વાત કહી છે તો તેના જવાબમાં તેમણે કહ્યું કે ઓવૈસી કોણ છે? હું તેમને નથી ઓળખતો અને ક્યારેય મળ્યો પણ નથી.

X
ઝફર ફારૂકીઝફર ફારૂકી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી