તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રિ:શહેરામાં મહાલક્ષ્મી માતાના મંદિર અને ગોધરાની ચાંદનીચોકમાં સુનકાર વ્યાપ્યો

ગોધરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરામાં આવેલું 950 વર્ષ જુના મહાલક્ષ્મી માતાના મંદિરમાં કોરોના મહામારીના કારણે નવરાત્રીના સમયે સુનકાર વ્યાપ્યો.હિન્દૂ સમાજના તમામ વર્ગોનું નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબા રમવા માટેનું સ્થળ ભેંકાર બન્યું છે.શહેરામાં અંધારી શ્રીગૌડ બ્રાહ્મણ અને શ્રીમાળી સોની સમાજના કૂળદેવી તરીકે ગણાતા મહાલક્ષ્મી મંદિર માટે કહેવાય છે કે તેની ચોખટ પર કોઈ માંગણી લઈ ને જાવ તો અવશ્ય પૂરી થાય છે અને તેના દ્રષ્ટાંતો પણ છે.ત્યારે કોરોના મહામારીને કારણે ગુજરાત સરકારે ગરબા રમવા ઉપર પ્રતિબંધ ફરમાવતા આ વર્ષના નવરાત્રી પર્વામાં સૂનકાર વ્યાપી ગયો છે.ગોધરાના ચાંદની ચોકમાં આ વર્ષે કોરોનાની મહામારીને લઈ નવરાત્રીમાં માતાજીની સ્થાપના કરી દસ દિવસ ફક્ત આરતી કરવામાં આવશે. જેને અનુલક્ષીને પ્રથમ દિવસે ચોકમાં ભાઇ ભક્તોની ઉપસ્થિતિમાં માતાજીની સ્થાપના કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો