તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી જરૂરી:વલસાડમાં રવિવારી બજાર બંધ, વાપીમાં ભીડ સાથે લોકો ઉમટ્યા

વલસાડ/વાપી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાં રવિવારી બજાર બંધ કરાવતા રસ્તા ખાલીખમ
  • એક બાજુ કોરોના સંક્રમણને રોકવા માટેના પ્રયાસો જ્યારે બીજી તરફ સોશ્યિલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા
  • સસ્તી ચીજવસ્તુઓ માટે ભરાતો રવિબજાર બંધ કરાયો, પાથરણાંવાળાની તૈયારી પૂર્વે પાલિકાએ માઇક ફેરવી જાહેરાત કરી

દિવાળી બાદ સંક્રમણની દહેશતના પગલે જિલ્લા વહીવટી તંત્રએ કડક પગલાં ભરવા શરૂ કર્યા છે. પ્રવાસન સ્થળો બંધ કરાવ્યા બાદ રવિવારે પાલિકાએ કોરોનાથી બચવા વલસાડમાં રવિવારી બજાર બંધ કરાવી દીધું હતું. બીજી તરફ વાપી શહેરમાં મુખ્ય બજારમાં રવિવારી બજારમાં કોઈપણ જાતના સામાજિક દૂરી વિના લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં કોરોનાના કેસો હાલમાં ગણતરીના હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર કોઇ જોખમ ઉઠાવવા તૈયાર નથી.કોઇપણ ભીડભાડ વાળા સ્થળોને બંધ કરાવી લોકલ સંક્રમણને રોકવા તંત્ર કામે લાગ્યું છે.વલસાડમાં ગરીબથી લઇ મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ રવિબજાર સવારે 11 વાગ્યાથી ધીમે ધીમે શરૂ થયું હતું.

પરંતું ભીડથી કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિને લઇ પાલિકાએ આ રવિબજાર બંધ કરાવી દેવાની સૂચના જારી કરી હતી. પાલિકા સ્ટાફે માઇક ફેરવી રવિવારી બજાર બંધ કરવામાં આવે છે તેવી જાહેરાત કરી હતી. કોરોના સંક્રમણનું જોખમ ન સર્જાય અને કોરોનાકાળમાં લોકોની સલામતીને ધ્યાને લઇ સીઓ જે.યુ.વસાવાએ રવિવારી બંધ કરવા સૂચના આપતાં જ તેનો અમલ કરાયો હતો. જોકે વાપીમાં રવિવારી બજારમાં લોકો ખુલ્લેઆમ ખરીદી કરતા જોવા મળ્યા હતા.

કલેકટરના નિયમોનો અમલ કરવા અપીલ: કલેકટર આર.આર.રાવલે ટ્વિટર ઉપર કોવિડ-19ની ગાઇડલાઇનનો અમલ કરવા માટે અપીલ કરી છે. જેમાં અપીલ કરતા જણાવાયું છે કે, વાહનોમાં ઓવરક્રાઉડિંગ ન કરવું, જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત પહેરો, સોશ્યિયલ ડિસ્ટેન્સિંગ પાળો અને એક વારમાં અમુક સમય સુધી ચાલી રહે તેટલો સામાન ખરીદ કરવા અનુરોધ કરાયો છે.

વાપીમાં રવિવારી બજારમાં કોરોનાના ડર વિના ખરીદી કરતા લોકો
વાપીમાં રવિવારી બજારમાં કોરોનાના ડર વિના ખરીદી કરતા લોકો

વાપીમાં રવિવારી બજારમાં કોરોનાના ડર વિના ખરીદી કરતા લોકો: વાપી ટાઉનમાં સરદાર ચોકથી ઝંડા ચોક સુધી રવિવારી બજારમાં લોકો ઉમટી પડયા હતાં. કોરોનાનો ડર જ ન હોય તેમ લોકો ખરીદી કરતાં નજરે પડયા હતાં. પાલિકા અને પોલીસે પણ બજાર બંધ કરાવાની ગંભીરતા દાખવી ન હતી. કોરોનાનું સંક્રમણ અટકાવવા ભીડને દુર રાખવી ખુબ જ જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો