સૂર્ય ધન રાશિમાં / 16 ડિસેમ્બરની રાત્રે સૂર્ય રાશિ પરિવર્તન કરશે, બધી 12 રાશિઓ ઉપર શુભાશુભ અસર કરશે

surya dhanu rashi me, surya will change rashi on 16 december, surya ka rashi parivartan, surya in Sagittarius

ગુરુ ગ્રહની ધન રાશિમાં સૂર્યનો પ્રવેશ થતાની સાથે જ મેષ રાશિવાળાને સુખ વધશે, સિંહ રાશિવાળા માટે આનંદદાયક સમય રહેશે, ધન જાતકોને ચિંતાઓ વધશે

Divyabhaskar.com

Dec 13, 2019, 05:55 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- તા.૧૬ ના બપોરે ૩.૩૧ થી સૂર્યગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરવાથી જ્યોતિષશાસ્ત્રની પરિભાષામાં જેને કમુરતા,ધનારક કે સામી ઉતરાયણ કહેવામાં આવે છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર આ પરિભ્રમણ દરમિયાન તમામ શુભ કાર્યો (માંગલિક)નિષેધ માનવામાં આવે છે કારણ કે સૂર્યનું ભ્રમણ ગુરુની રાશિમાં પ્રવેશ કરવાથી નૈસર્ગિક રીતે સૂર્યનું બળ કંઈક અંશે ઘટે છે, માટે કોઈપણ શુભ કાર્ય કરવા માટે બરકત ન રહે કારણ કે સૂર્ય ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે. ત્યા સૂર્ય-શનિની અક્ષમાં થાય છે. તેના કારણો અતિવક્ર પડવાથી તમામ શુભ કાર્યમાં બરકત ન આવવાથી સારા કાર્યો કરવામાં આવતા નથી. સિવાય કે શ્રીમંત, દીક્ષા, લાંબી મુસાફરી, મંદિરનું નિર્માણ કાર્ય થઈ શકે છે. કમુરતાના સમય દરમિયાન ધાર્મિક કાર્યો સામાન્ય રીતે ત્રણથી ચાર ગણા થઈ જતા હોય છે. શહેરમાં મોટી- મોટી હવેલીઓમાં કે દેવ મંદિરોમાં વિશિષ્ટ ભગવાનના દર્શનનો થશે. ભગવત કથા, સત્સંગ, પ્રવચન, આધ્યાત્મિક શિબિરનું આયોજન થશે. આ ભ્રમણ ચંદ્ર રાશિથી કેવું રહેશે તે નીચે મુજબ જણાવેલ છે.


(1)મેષ રાશિ (અ,લ,ઈ):


ધાર્મિક યાત્રાઓ લાંબી થવાની સંભાવના. ધર્માચાર્યો દ્વારા આશીર્વાદથી ભાગ્ય ઉન્નતિ ખીલે.


(2)વૃષભ રાશિ (બ,વ,ઊ):


નાના- મોટા અકસ્માત થઈ શકે.શારીરિક ઈજાઓ જવાની શક્યતા. નજીકના વડીલનું મૃત્યુ સમાચાર આવી શકે.


(3)મિથુન રાશિ( ક,છ,ઘ):

માનસિક ઉગ્રતા વધે. માથામાં ભાર-ભાર રહ્યા કરે. વૈવાહિક લગ્નજીવનમાં ઝઘડા સાથે મતમતાંતર થયા કરે.


(4) કર્ક રાશિ (હ,ડ):


અજાત શત્રુ પર વિજય. ઘણા લાંબા સમયના બાકી કામો ઉકેલાય.


(5)સિંહ રાશિ (મ,ટ):


સંતાનની ભાગ્ય ઉન્નતિ.વડીલો સાથે નવા-નવા સંબંધો બાંધવાથી તક મળી રહે.


(6)કન્યા રાશિ (પ,ઢ,ણ) :


ધંધાદારી વર્ગને ધંધામાં સરકારી પ્રશ્નો વધે. હૃદયમાં નાની-નાની તકલીફોનો અહેસાસ થાય.


(7)તુલા રાશિ (ર,ત):


નવા-નવા મોટા સાહસો કરવાથી સારી સફળતા પ્રાપ્ત થાય. જુના તેમજ નવા દસ્તાવેજીકરણ થવા માટે યોગ.


(8)વૃશ્ચિક રાશિ (ન,ય):


કુટુંબ-કબીલામાં વધારો થાય. જમણી આંખે નાનું ઓપરેશન આવી શકે. આંખમાં થોડી તકલીફ લાગે.


(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ):


અત્ર-તત્ર-સર્વત્ર માન-સન્માન પદ, પ્રતિષ્ઠા મળવાનો યોગ. યુવાવર્ગને નવી સરકારી નોકરી મળવાની તક મળી શકે.


(10)મકર રાશિ (ખ,જ):


બાકી લેણાંની સરકારી નોટિસો મળી શકે. હોસ્પિટલમાં ભરતી થવાનો અશુભ યોગ આવે.

(11) કુંભ રાશિ(ગ,સ,શ) :


કાર્યક્ષેત્રમાં વડીલો દ્વારા પરિવર્તન આવે.મકાન-વાહન પરિવર્તન યોગ બને. માંદગીમાં રાહત જણાય.

(12)મીન રાશિ (દ,ચ,ઝ,થ):


દરેક ક્ષેત્રે પદોન્નતી થાય.સરકારી લાભ, ઝવેરાતની ખરીદી મોટા પ્રમાણમાં થઈ શકે.

X
surya dhanu rashi me, surya will change rashi on 16 december, surya ka rashi parivartan, surya in Sagittarius
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી