રાશિ પરિવર્તન / સૂર્યના ધન રાશિમાં પ્રવેશથી અધિકમાસ શરૂ થયો, 15 જાન્યુઆરી સુધી મીન જાતકોએ સાવધાન રહેવું

Sun enters in Sagittarius; Know the sun effect for all 12 zodiac signs

  • ધન રાશિના સૂર્યને લીધે વૃષભ જાતકોને ધનલાભ થશે
  • કર્ક રાશિને જમીન લાભ મળી શકે છે
  • વૃશ્ચિક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. 

Divyabhaskar.com

Dec 16, 2019, 12:22 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ સોમવાર, 16 ડિસેમ્બર 2019એ રાતે 12.29 વાગે સૂર્યએ વૃશ્ચિકમાંથી ધન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. ધન રાશિનો સ્વામી બૃહસ્પતિ છે, જે દેવતાઓના ગુરૂ પણ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે 15 જાન્યુઆરી સુધી સૂર્યદેવ ગુરૂ બૃહસ્પતિની સેવામાં રહેશે. આ કારણે એક મહિના સુધી બધા જ શુભ કાર્ય વર્જિત રહેશે. આ સમયગાળાને અધિકમાસ કહેવામાં આવે છે. ધન રાશિમાં સૂર્ય હોવાથી નવી દુકાન, વેપારની શરૂઆત કે લગ્ન જેવા કાર્યો કરવા જોઇએ નહીં. 15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કર્યા બાદ ફરીથી શુભ કાર્યોની શરૂઆત થશે. જાણો બારેય રાશિઓ ઉપર સૂર્યની અસર કેવી થશે.

મેષઃ- સુખ-શાંતિ મળશે. ઐશ્વર્ય પ્રાપ્ત થશે. કાર્યોમાં કોઇ નુકસાનની સંભાવના નથી.
વૃષભઃ- ધન પ્રાપ્તિ થઇ શકે છે. સંતાનથી લાભ અને સહયોગ મળશે. કાર્યોમાં પણ લાભ મળશે.
મિથુનઃ- શાસકીય કાર્યોથી લાભ મળશે. દુશ્મનોને પરાજિત કરી શકશો. બેરોજગારને રોજગારની પ્રાપ્તિ થઇ શકે છે.
કર્કઃ- જમીન-માલમિલકતથી લાભ થશે. કોર્ટ સંબંધિત મામલાઓને લઇને ચિંતા થઇ શકે છે. લાભ મળવામાં મોડું થઇ શકે છે.
સિંહઃ- સમય સામાન્ય રહેશે. મનોરંજન અને આનંદદાયક કાર્યોમાં સમય વ્યતીત થશે.
કન્યાઃ- પરાક્રમ શ્રેષ્ઠ રહેશે, બધા કાર્યો યોગ્ય રીતે કરી શકશો. દુશ્મનોને પરાજિત કરવામાં સફળ થશો અને લાભ થશે.
તુલાઃ- આધુનિકતા તરફ રસ વધશે. સુખ-સુવિધાની વસ્તુઓ ઉપર ખર્ચાઓ થઇ શકે છે. સમય સંયમપૂર્વક પસાર કરવાની સલાહ આપવામાં આવે છે.
વૃશ્ચિકઃ- આ સમયગાળા દરમિયાન સાવધાન રહેવું. અતિઉત્સાહમાં કોઇ કાર્ય કરશો તો હાનિ થઇ શકે છે. રોકાણ કરવાથી બચવું.
ધનઃ- બિનજરૂરી ચિંતા રહેશે. રાજપક્ષથી લાભ થશે, સરકારી કાર્યોમાં સફળતા મળી શકે છે.
મકરઃ- કાર્યોમાં સુધાર અને નવી યોજનાઓ ઉપર વિચાર થશે. મહેનતનું ફળ મળી શકે છે.
કુંભઃ- વાહન સુખ મળી શકે છે. ધન સંબંધી લેવડ-દેવડમાં સાવધાની રાખવાનો સમય છે. કાર્યોમાં સફળતા મળી શકે છે.
મીનઃ- આશા પ્રમાણે કાર્ય થઇ શકશે નહીં, અજ્ઞાત ભય અને ચિંતા બની રહેશે.

X
Sun enters in Sagittarius; Know the sun effect for all 12 zodiac signs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી