માલપુર / જૂનાસખવણીયા ગામે વિદ્યાર્થીનો ઝાડે લટકી આપઘાત

મૃતકના ઘરે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા હતા.
મૃતકના ઘરે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા હતા.
મૃતક આઈટીઆઈ બાયડમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.
મૃતક આઈટીઆઈ બાયડમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.

  • મૃતક સરકારી આઈટીઆઈ બાયડમાં અભ્યાસ કરતો હતો
  • ઘરેથી કૂતરાંઓને જમવા આપવા જાઉં છું કહી નીક્ળ્યો હતો 
     

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 09:46 AM IST

માલપુરઃ તાલુકાના ઉભરાણની નજીક આવેલા જૂના સખવણીયા ગામના 19 વર્ષના યુવાનની સખવણીયા ગામની સીમમાં આવેલા લીમડાના ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી લાશ સોમવાર સવારે મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મૃતક ધોરણ 12 પાસ કરી સરકારી આઈટીઆઈ બાયડમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. સાંજના સમયે જમ્યા પછી કૂતરાઓને ખાવા આપવાનું કહી નીકળ્યો હતો. આ અંગે માલપુર પોલીસને જાણ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


માલપુરના જૂના સખવણીયા ગામનો રણજીતભાઈ કાંનાભાઈ ખાંટ (19) જેઓ ધોરણ 12 પાસ કરી સરકારી આઈ.ટી.આઈ બાયડના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે ઉભરાણમાં કોઈ કામ અર્થે ગયા બાદ સાંજે તેની માતાએ જમવાનું આપેલ હતું. જમ્યા બાદ હું કૂતરાઓને રોટલા નાખી આવું છું. કેમ કહી નીકળ્યો હતો. ત્યારે સોમવાર સવારે ગામની સીમમાં ખેતરમાં આવેલા લીમડા પરઅગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરતા પરિવાર અને ગામમાં શોક છવાયો હતો. આ અંગે કાંનાભાઈ નાથાભાઈ ખાંટ રહે.જૂના સખવણીયાએ માલપુર પોલીસને જાણ
કરી હતી.

X
મૃતકના ઘરે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા હતા.મૃતકના ઘરે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા હતા.
મૃતક આઈટીઆઈ બાયડમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.મૃતક આઈટીઆઈ બાયડમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી