કેવડિયા કોલોની / ફેસબુક પર ફોટા વાયરલ થતાં સગીરાનો આપઘાતનો પ્રયાસ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • આમદલાનો યુવક પ્રેમ સંબંધ રાખવા સગીરાને ધમકાવતો હતો
  • યુવક વિરૂદ્ધ કેવડિયા પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 01:45 PM IST

કેવડિયા કોલોનીઃ નર્મદા જિલ્લાની આમદલા ગામના યુવાને પોતાની સાથે પ્રેમ સંબંધ નહીં રાખનારી સગીરાના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરી સગીરાએ સોમવારે એસિડ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે યુવાન વિરૂદ્ધ કેવડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કેવડિયાના આમદલા ગામનો કુલદીપ સુમનભાઇ તડવી નજીકમાં જ આવેલી એેક ગામમાં રહેતી યુવતિને પોતાની સામે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. ઉપરાંત તેને વારંવાર પીછો કરી તેને હેરાન પણ કરતો હતો.

બદનામ કરવાના ઇરાદે ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધા
સગીરાએ તેની સાથે પ્રેમ સંબંધ નહીં રાખતા સમાજમા બદનામ કરવાના ઇરાદે તેના ફોટા સોશિયલ મીડિયા ફેસબુક પર અપલોડ કરી દીધા હતા. સમાજમા બદનામ થયાની વાતથી તેને મનમાં લાગી આવતા સગીરાએ સોમવારે પોતાના ઘરે એસીડ પી આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યો હતો. સગીરાના પિતાએ આમદલાના કુલદીપ તડવી વિરુદ્ધ કેવડિયા પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સગીરાને આપઘાતની દુષ્પ્રેરણા આપનાર યુવકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી