તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આપઘાત:ટ્રાફિક બ્રિગેડના જવાનની ફાંસો ખાઈને આત્મહત્યા, પાવીજેતપુરના કજવાનો યુવક 4 વર્ષથી ફરજ પર હતો

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સયાજીપાર્કના રણુજાનગરમાં બનેલો બનાવ

શહેરમાં ટ્રાફિક બ્રિગેડમાં છેલ્લા ફરજ બજાવતા યુવકે તેના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં બપોદ પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જોકે યુવકે ક્યાં કારણસર આ પગલું ભર્યું છે તે જાણી શકાયું નથી.પોલીસના જણાવ્યા અનુસાર મૂળ છોટાઉદેપુરના પાવીજેતપુરના કજવા ગામમાં રહેતો 22 વર્ષનો જીગ્નેશ જગદીશ તડવી વડોદરા શહેરના ટ્રાફિક બ્રિગેડમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતો હતો.

તે સયાજીપાર્કમાં રણુજાનગરમાં રહેતો હતો. ગઈકાલે મોડીરાતે તેણે પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં બપોદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે વતનમાં રહેતા તેના પરિવારને જણાવી મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જોકે જીગ્નેશે આ પગલું કેમ ભર્યું તે જાણવા મળ્યું નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો