તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:ચાંદોદમાં કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા સૂચન

ચાંદોદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈ SDM સહિતના અધિકારીઓ ચાંદોદની મુલાકાતે

ચિંતાજનક રીતે વધી રહેલા કોરોનાના કેસ પર નિયંત્રણ મેળવવા સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યું છે. ત્યારે તીર્થક્ષેત્ર ચાંદોદ-કરનાળીમાં પણ કોરોના નિયંત્રણ તથા કેસ વધે નહીં તેવા અગમચેતીના આગોતરા આયોજન માટે ડભોઇના પ્રાંત અધિકારી શિવાની ગોયલ, ડભોઇ મામલતદાર જય પટેલ તથા ડીવાયએસપી કલ્પેશ સોલંકી, ચાંદોદના પી.એસ.આઇ. વી.એસ. ગાવીતે ચાંદોદ ખાતે બ્રહ્મ સમાજના અગ્રણીઓ તથા માછી સમાજ સાથે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ જેવી બાબતો અંગે સલાહ સૂચન કર્યા હતા.

વિધિ-વિધાન માટેના બંધાયેલા મંડપની વિઝીટ કરી કોરોના સંક્રમણ વધે નહીં માટે ગાઈડલાઈનનો અમલ કરવા જણાવ્યું હતું. ભીડભાડમાં સંક્રમણના વધે તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે ડભોઇના પ્રાંત અધિકારી સહિત મામલતદાર, ડીવાયએસપી ચાંદોદ ખાતે આવી નગર અગ્રણીઓને દરેક વ્યક્તિમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અંગે સતર્ક રહે તે માટે સલાહ સુચન તથા આવનાર તમામ યાત્રાળુઓ - શ્રદ્ધાળુઓ સ્વયંભૂ રીતે સરકારની ગાઇડનું પાલન કરે તેની પર ભાર મૂક્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો