તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:સાઉથ બોપલના સફલમાં 14 દિવસમાં 80 કોરોના પોઝિટિવ, પરિસર-1માં 42, પરિસર-2માં 38 કેસ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી પછી બંને બિલ્ડિંગમાં 37 કેસ નોંધાયા

સાઉથ બોપલ વિસ્તારની એક જ સોસાયટીની બે બિલ્ડિંગ સફલ પરિસર વન અને ટુમાં 80 એક્ટિવ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. બંને સોસાયટીમાંથી સફલ પરિસર વનમાં સૌથી વધુ 42 કેસો એક્ટિવ છે જ્યારે સફલ પરિસર ટુ માં એક્ટિવ કેસોની સંખ્યા 38 છે. સોસાયટીના એક બ્લોકમાં એક સાથે વધુ કેસો હોવાથી કેટલાક બ્લોક માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા છે રોજના અહીં 5 જેટલા કેસો આવી રહ્યા છે જ્યારે કેટલાકના કોરોના રિપોર્ટ હજુ પેન્ડિંગ હોવાથી કેસ વધવાની શક્યતા છે.

સફલ વનના સેક્રેટરી જૈમિન પટેલે કહ્યું કે, અમારે ત્યાં 480 ઘરો છે જેમાં 42 પોઝિટિવ પોતાના ઘરમાં જ સેલ્ફ ક્વોરન્ટાઈન છે. આ ટોટલ એક્ટિવ કેસો છેલ્લા 14 દિવસના છે. જો કે 17 નવેમ્બર પછી 23 કેસો અમારી બિલ્ડિંગમાં વધ્યા છે. આ બે દિવસોમાં 6 કેસો પોઝિટિવ આવ્યા છે.

તમામ દર્દી હોમ ક્વોરન્ટીનમાં છે
સફલ પરિસર-ટુના સેક્રેટરી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, અમારી બિલ્ડિંગમાં 568 ઘરો છે. દિવાળી પછીના એક વીકમાં 14 કેસ વધતા 38 એક્ટિવ કેસ થયા છે. તે બધા પણ હોમ ક્વોરન્ટીન જ છે. આગામી એક બે દિવસમાં મહત્તમ લોકોના રિપોર્ટ કરાવવાની વ્યવસ્થા કરીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો