તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:ખેડૂતોને નવા વિજ ટ્રાન્સફોર્મર ફાળવવા ઉર્જામંત્રીને રજૂઆત

ગારિયાધાર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને નવા વિજ ટ્રાન્સફોર્મર ફાળવવા ઉર્જામંત્રીને રજૂઆત
  • રિપેરિંગ કરેલા ટ્રાન્સફોર્મર નાખવાની જગ્યાએ નવા ટ્રાન્સફોર્મર નાખવા માંગ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી દ્વારા ભાવનગર જિલ્લામાં બળી ગયેલા ટ્રાન્સફોર્મર રીપેરીંગ કરવા અંગેના ભક્તિ ભૂમિ અને યોગી નામની કંપનીઓને કોન્ટ્રાકટ અપાયેલ છે .આ કંપનીઓ દ્વારા રીપેરિંગ કરાયેલા ટ્રાન્સફોર્મર પૂર્ણ બળી જવાનું પ્રમાણ 20-25 ટકા જેવું મોટું છે .આથી ખેડૂતોના ઊભા પાક જે આખરી સમયે પહોંચેલ હોવાથી ખેડૂતોને તેમના પાકોના નિયમિત પાણી આપવુ જરૂરી બનેલ છે.

હાલ ખેડૂતોના ટ્રાન્સફોર્મર બળી જાય છે .ત્યારે રિપેરિંગ કરેલા ટ્રાન્સફોર્મર 4-5 દિવસે માંડ નાખવામાં આવે છે.પરંતુ જે રિપેરિંગ કરેલ ટ્રાન્સફર નાખવામાં આવે છે જે તે પુ:ન બળી જવા પામે છે.આથી ખેડુતો તેમના પાકને નિયમિત પાણી આપી શકતા નથી આથી ઉપરોક્ત કંપનીઓના રિપેરિંગ કરેલા ટ્રાન્સફોર્મર નાખવાની જગ્યાએ નવા ટ્રાન્સફોર્મર નાખી ખેડૂતોને નિયમિત વિજપુરવઠો મળે તેમ કરાવવા વ્યાપક પ્રમાણમાં ખેડૂતોની લાગણી સહ રજુઆતો આવેલ છે આથી સત્વરે નવા ટ્રાન્સફોર્મર નાંખી વીજ પુરવઠો આપવા ખૂબ જ આવશ્યક અને અનિવાર્ય બને છે .તો તે મુજબ કાર્યવાહી હાથ ધરવા ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી દ્વારા ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલને નવા ટ્રાન્સફોર્મર ફાળવવા રજૂઆત કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો