છોટાઉદેપુર / નર્મદાની મુખ્ય કેનાલમાં બાળકોના જીવના જોખમે સ્ટંટ, બ્રિજની 4 ઇંચની પાળી પર દોડીને 50 ફૂટ નીચે પાણીમાં છલાંગ લગાવે છે

X

  • ગરમીથી રાહત મેળવવા આદિવાસી સમાજના બાળકો નર્મદા કેનાલમાં ન્હાવા માટે જાય છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:39 PM IST

છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક નર્મદાની મેઇન કેનાલમાં બાળકોના જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. માત્ર 4 ઇંચ પહોળી બ્રિજની પાળી ઉપર દોડીને બાળકો 50 ફૂટ નીચે પાણીમાં છલાંગ લગાવે છે. ગરમીથી રાહત મેળવવા આદિવાસી સમાજના બાળકો નર્મદાની મુખ્ય કેનાલમાં ન્હાવા માટે જાય છે અને પોતાના જીવના જોખમે આવા સ્ટંટ કરે છે. દર વર્ષે આ પ્રકારે જોખમી સ્ટંટ કરતા બાળકોના વીડિયો સામે આવે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી