ગાંધીનગર / ગુગલ ક્લાસથી‘સ્ટડી FROM હોમ’

ભાટની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ દ્વારા વિદ્યાર્થીઓને ગુગલ ક્લાસના માધ્યમથી ઘરેબેઠા શિક્ષણ અપાય છે
ભાટની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ દ્વારા વિદ્યાર્થીઓને ગુગલ ક્લાસના માધ્યમથી ઘરેબેઠા શિક્ષણ અપાય છે

  • સ્વામિનારાયણ કોલેજના 500થી વધુ વિદ્યાર્થીઓનું ઇ-લર્નિંગ
  • રજાઓ હોવા છતાં કોલેજના સમયે શિક્ષણ કાર્ય કરાયું

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 10:19 AM IST

ગાંધીનગરઃ કોલેજોમાં રજાને પગલે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અટકી પડે નહી તે માટે ભાટની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટના 500 વિદ્યાર્થીઓને ગુગલ ક્લાસથી ઘરે બેઠા શિક્ષણ આપવાનો પ્રયોગ કરાયો છે. જ્યારે એન્જિનિયરીંગ, ડિઝાઇન, આયુર્વેદિક, નર્સિંગ, હોમીયોપેથી, ફિઝિયોથેરાપી, સાયન્સ, બિઝનેસ સહિતની શાખાના વિદ્યાર્થીઓને ઇ-લર્નિંગથી ઘરે બેઠા શિક્ષણ ગાંધીનગરની સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી આપી રહી છે.

ગુગલ ક્લાસની મદદથી અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને શિક્ષણ
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે તારીખ 29મી, માર્ચ સુધી શાળા-કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. પરંતુ કોલેજોમાં અભ્યાસક્રમ પૂરો કરવાનો બાકી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને ઉપસ્થિત થતાં પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન નહી મળવાથી વિદ્યાર્થીઓની મુંઝવણ વધી છે. ત્યારે વિદ્યાર્થીઓને વિષય સબંધિત ઉભા થતાં પ્રશ્નોનું પ્રોફેસરો દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેમજ અધુરો રહેલો અભ્યાસક્રમ પુરો થાય તે માટે કોલેજોએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જેમાં જિલ્લાના ભાટમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી કોલેજ દ્વારા ગુગલ ક્લાસની મદદથી કોલેજના વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ અપાય છે. ગુગલ ક્લાસની મદદથી અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને શિક્ષણ કોલેજના પ્રોફેસરો દ્વારા આપવામાં આવી રહ્યું છે.

ઇ-લર્નિંગના માધ્યમથી ઘરે બેઠા વિદ્યાર્થીઓને શિક્ષણ
કોલેજના વિદ્યાર્થીઓ ટેબલેટ, મોબાઇલ કે કોમ્પ્યુટરની મદદથી ગુગલ એકાઉન્ટમાંથી લોગ-ઇન થઇને વર્ચ્યુલ ક્લાસમાં ઘરે બેઠા હાજરી આપીને શિક્ષણ મેળવશે તેમ કોલેજના ડાયરેક્ટર પ્રો.ધર્મેશભાઇ વંડરાએ જણાવ્યું છે. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા પણ ઇ-લર્નિંગના માધ્યમથી ઘરે બેઠા વિદ્યાર્થીઓને શિક્ષણ અપાઇ રહ્યું છે. જેમાં અલગ અલગ શાખાના અધ્યાપકો લેક્ચરનો વિડિયો રેકોર્ડિંગ કરીને વિદ્યાર્થીઓને વોટ્સઅપ ગ્રુપમાં કે વેબિનાર અને લર્નિંગ લિંક્સથી વિદ્યાર્થીઓ ઓનલાઇન ઘરે બેઠા શૈક્ષણિક કાર્ય કરી શકે છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ સ્કાઇપેથી યુનિવર્સિટીની અલગ અલગ શાખાના અધ્યાપકો આપી રહ્યાં છે.

વિદ્યાર્થીઓની પ્રશ્નબેન્ક કે ક્લાસ નોટ મેળવાશે
કોલેજના પ્રોફેસર દિનાબેન પુજારાએ જણાવ્યું કે ગુગલ ક્લાસથી વિદ્યાર્થીઓની હાજરી, ક્લાસ નોટ, વિડિયો-ઓડિયો લેકચર, મટીરીયલ, પ્રશ્નબેન્ક મેળવી શકાશે. ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રશ્નમાં મુંઝવણ હોય તો તરત જ ઓનલાઇન ટાઇપ કરીને પૂછે તો પ્રોફેસર ઓનલાઇન જવાબ આપીને વિદ્યાર્થીની મુંઝવણ દુર કરે છે.

X
ભાટની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ દ્વારા વિદ્યાર્થીઓને ગુગલ ક્લાસના માધ્યમથી ઘરેબેઠા શિક્ષણ અપાય છેભાટની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ દ્વારા વિદ્યાર્થીઓને ગુગલ ક્લાસના માધ્યમથી ઘરેબેઠા શિક્ષણ અપાય છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી