તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Studied From IIT, Quit His Job Of Rs 22 Lakh And Started Farming, Earning Rs 20,000 Per Month From The Farmers Associated With Him.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોઝિટિવ સમાચાર:IITથી કર્યો અભ્યાસ, 22 લાખની નોકરી છોડી ખેતી શરૂ કરી, તેમની સાથે જોડાયેલા ખેડૂતોની કમાણી 20 હજાર રૂપિયા મહિને

નવી દિલ્હી9 દિવસ પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક
બિહારના નાલંદા જિલ્લાની રહેવાસી પૂજા ભારતી હાલ ઓડિશામાં ઓર્ગેનિક ખેતી કરી રહી છે.
  • મનીષ અને પૂજાએ મળીને ઓડિશામાં દસ એવા કેન્દ્ર ખોલ્યાં છે, જ્યાં ખેડૂતોને ઓર્ગેનિક ખેતીની ટ્રેનિંગ મળે છે
  • કોરોના પહેલાં તેમની સાથે 21 લોકો કામ કરતા હતા, હાલ 14 લોકોની ટીમ પૂજાની સાથે કામ કરી રહી છે

IITથી પાસઆઉટ પૂજા ભારતની સૌથી મોટી સરકારી કંપની ગેલ (ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ)માં સારાએવા પગારથી નોકરી કરી રહી હતી, પરંતુ જ્યારે જ્યારે તેને પોતાના ગામની યાદ આવતી ત્યારે તેનું મન ઉદાસ થઈ જતું. મૂળ નાલંદા જિલ્લાના બિહારશરીફની રહેવાસી પૂજા ભારતી એક હોશિયાર વિદ્યાર્થિની હતી. 2005માં તેણે IITની પ્રવેશ પરીક્ષા પાસ કરીને 2009માં મેકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુઅટ થતાં જ નોકરી મળી ગઈ હતી. પૂજાનું ગામમાં મોટું ઘર હતું, ખેતર હતાં, બાગ-બગીચા હતા. શહેરની નોકરીમાં તેને પૈસા તો મળ્યા, પરંતુ શાંતિ નહીં.

આ જ કારણ છે કે નોકરી દરમિયાન જ્યારે પણ તેને પ્રકૃતિની નજીક જવાની તક મળતી તે જતી હતી. IITમાં પૂજાના બેચમેટ રહેલો મનીષ પાસઆઉટ થયા બાદ નોકરી કરવાને બદલે બિહાર પરત ફરીને ખેતી સાથે જોડાયો અને સ્ટાર્ટઅપ શરૂ કર્યું. મનીષ ગામમાં બેરોજગારીથી દુઃખી અને ગામના લોકો માટે કંઈક કરવા માગતો હતો. પૂજાને જ્યારે પણ તક મળતી તે મનીષ સાથે ઓર્ગેનિક ખેતી અંગે વાત કરતી. તેમણે એવાં અનેક ગામડાંની મુલાકાત લીધી, જ્યાં ખેડૂત ઓર્ગેનિક ખેતી કરતા હતા.

પૂજા જણાવે છે કે 'હું અને મનીષ ખેતીને લઈને વાતચીત કરતાં હતાં. મને એવું લાગ્યું કે કૃષિક્ષેત્રે એવા લોકોની જરૂર છે, જે સમજીવિચારીને ખેતી કરતા હોય, કેમ કે ખેતી સાથે મોટા ભાગે તેવા લોકો જ જોડાયેલા છે, જેની પાસે નોકરી કે પોતાનો વ્યવસાય નથી હોતો. અન્ય કોઈ વિકલ્પ ન હોવાને કારણે તેઓ ખેતી કરતા હોય છે.' તે જણાવે છે, 'મેં 2015માં જોબ છોડી અને એ બાદ એક વર્ષ સુધી જૈવિક કૃષિ અંગે જાણ્યું. દીપક સચદે મારા ગુરુ હતા, ગત વર્ષે ઓક્ટોબરમાં તેમનું મૃત્યુ નીપજ્યું. તેમને મળ્યા પછી ઓર્ગેનિક ફાર્મિંગ પર મારો વિશ્વાસ વધુ મજબૂત થયો અને મને લાગ્યું કે ખેતીની યોગ્ય રીત આ જ છે.'

પૂજા કહે છે, ઓર્ગેનિક ખેતી કરવી સહેલી વાત નથી અને આ કારણે જ ખેડૂતોમાં લોકપ્રિય પણ નથી, કેમ કે આ ઘણું જ મહેનતવાળું કામ છે.
પૂજા કહે છે, ઓર્ગેનિક ખેતી કરવી સહેલી વાત નથી અને આ કારણે જ ખેડૂતોમાં લોકપ્રિય પણ નથી, કેમ કે આ ઘણું જ મહેનતવાળું કામ છે.

પૂજા જણાવે છે કે 2016માં અમે બેક ટુ વિલેજનો પ્રારંભ કર્યો, જેનો હેતુ માત્ર જૈવિક ખેતી કરવાનો જ નહીં, પરંતુ ગ્રામીણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. નક્કી કર્યું કે અમારે શહેરમાં નહીં, ગામડાં તરફ જવાનું છે અને ત્યાં રોજગારીની તક ઊભી કરવાની છે. પૂજા અને મનીષે સૌથી પહેલા ઓડિશામાં કામ શરૂ કર્યું. શરૂઆતમાં માત્ર તેઓ બંને જ સાથે હતાં. એક-દોઢ વર્ષ સુધી તેઓ ગામડાંમાં જતાં હતાં અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓને સમજતાં હતાં. એ બાદ તેને ધ્યાનમાં રાખીને સોલ્યુશન કાઢતાં હતાં. ધીમે ધીમે તેમની ટીમ મોટી થતી ગઈ અને કામ પણ વધતું ગયું.

પૂજા જણાવે છે, 'અમે લોકો કોઈ કોર્પોરેટની જેમ કામ નથી કરતા. અમારી ટીમમાં બધા જ બરોબરી પર છે. એવા લોકો પણ છે જેઓ 10 ધોરણ પણ પાસ નથી, પરંતુ તેમનો હોદ્દો સારુંએવું ભણેલાગણેલાથી પણ ઉપર છે. અમે ખેડૂતો માટે કામ નથી કરતા, પરંતુ ખેડૂતોની સાથે કામ કરીએ છીએ.'

શું છે બેક ટુ વિલેજ મોડલ
તેમની કંપની બેક ટુ વિલેજ ગામડાંમાં ઉન્નત કૃષિ કેન્દ્ર ચલાવે છે. હાલ ઓડિશામાં તેમનાં દસ કેન્દ્ર ચાલી રહ્યાં છે. પૂજા કહે છે, અમે ગામડાંના પ્રોગ્રેસિવ ખેડૂતોને ટ્રેનિંગ આપીએ છીએ અને ત્યાં એક નાનકડી ઓફિસ અને લગભગ બે એકરનું ફાર્મ શરૂ કરીએ છીએ. અમે અમારા ફાર્મમાં ઓર્ગેનિક રીતે તે જ પાક લઈએ છીએ જે સામાન્ય રીતે ત્યાંના ખેડૂતો ઉગાડતા હોય છે. અમે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરીને દેખાડીએ છીએ. જ્યારે ખેડૂત જુએ છે કે ઓછા ખર્ચે સારાએવા પ્રમાણમાં પાક થાય છે, તો તેઓ પણ પ્રેરિત થાય છે.

પૂજા જણાવે છે, 2016માં અમે બેક ટુ વિલેજનો પ્રારંભ કર્યો. એનો હેતુ માત્ર જૈવિક ખેતી કરવી જ નહીં, પરંતુ ગ્રામીણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનું છે.
પૂજા જણાવે છે, 2016માં અમે બેક ટુ વિલેજનો પ્રારંભ કર્યો. એનો હેતુ માત્ર જૈવિક ખેતી કરવી જ નહીં, પરંતુ ગ્રામીણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનું છે.

પૂજા કહે છે, 'સામાન્ય રીતે બજારમાં ઓર્ગેનિક પ્રોડક્ટ મોંઘી મળે છે. ઓર્ગેનિક ખેતી કરનારાઓ દોઢથી બે ગણા ભાવ માગે છે. એનાથી સંદેશ પણ ખોટો જાય છે. ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ ઓછો થવો જોઈએ, કેમ કે કમ્પોસ્ટ અને પેસ્ટિસાઈડ પોતે જ તૈયાર કરે છે. શરૂઆતમાં લેબર પર વધુ ખર્ચો થતો હતો, પરંતુ આગળ જતાં એ પણ ઓછો થવા લાગ્યો. ઓર્ગેનિક ખેતી કરનારાઓએ યોગ્ય ભાવે વેચાણ કરવું જોઈએ.'

પૂજા કહે છે, માર્કેટમાં ઓર્ગેનિક પ્રોડક્ટના રેટ વધુ હોવાને કારણ એક એ પણ છે કે એની ડિમાન્ડ વધુ હોય છે અને સપ્લાઈ ઓછી. તેઓ કહે છે, 'ઈલીટ ક્લાસ ઓર્ગેનિક પ્રોડક્ટની માગ કરતા હોય છે. આ કારણે જ રેટ વધુ હોય છે, કેમ કે ડિમાન્ડ વધુ છે અને સપ્લાઈ ઓછી. ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોની પ્રોડક્ટ હાટમાં અડધા કલાકમાં જ વેચાય જાય છે, જ્યારે બાકીના ખેડૂતોનો માલ વેચાતાં ચાર-પાંચ કલાક લાગે છે.'

પૂજાના જણાવ્યા મુજબ, તેમની સાથે જોડાયેલા ખેડૂતો આરામથી મહિને પંદરથી વીસ હજાર રૂપિયાની કમાણી કરી લે છે. કમ્પોસ્ટ, મેન્યૂર અને પેસ્ટિસાઈડ એ ફાર્મ પર જ બને છે, એનાથી ખેડૂતોને વધુ ને વધુ ફાયદો થઈ રહ્યો છે.

શું છે પડકારો
પૂજાના જણાવ્યા મુજબ, ઓર્ગેનિક ખેતીમાં સૌથી મોટો પડકાર એ છે કે એની સાથે જોડાયેલી વસ્તુઓ સહેલાયથી બજારમાં ઉપલબ્ધ નથી હોતી. તે કહે છે, 'જો તમે કેમિકલ ફાર્મિંગ કરો છો તો એની સાથે જોડાયેલી દરેક વસ્તુ માર્કેટમાં ઉપલબ્ધ છે, પરંતુ આના માટે ન તો મેન્યૂર મળશે કે ન કમ્પોસ્ટ. આ બધું જ બનાવવું પડે છે. ઓર્ગેનિક ખેતી સહેલી નથી અને આ કારણે જ સામાન્ય રીતે ખેડૂતોમાં પોપ્યુલર પણ નથી, કેમ કે આ ઘણી જ મહેનતવાળું કામ છે. તે કહે છે, અમે આ મોડલ પર જ કામ કરી રહ્યા છીએ કે કઈ રીતે આ સમસ્યાનું સમાધાન લાવી શકાય, જેથી ઓર્ગેનિક ખેતી વધુ ને વધુ આસાન બને.'

પહેલેથી ઓછી કમાણી છતાં ખુશ

પૂજા કહે છે, ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ ઓછો થવો જોઈએ, કેમ કે કમ્પોસ્ટ અને પેસ્ટિસાઈડ પોતે જ તૈયાર કરીએ છીએ.
પૂજા કહે છે, ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ ઓછો થવો જોઈએ, કેમ કે કમ્પોસ્ટ અને પેસ્ટિસાઈડ પોતે જ તૈયાર કરીએ છીએ.

પૂજા આગળ કહે છે, 'મારો હેતુ ખેતી કરવાનો અને એને શીખવાનો હતો. જ્યારે મેં નોકરી છોડી હતી ત્યારે મારું પેકેજ 22 લાખની આસપાસ હતું. જો હું નોકરીમાં જ રહી હોત તો હાલ મારો વાર્ષિક પગાર 33 લાખની આસપાસ હોત. સ્પષ્ટ છે કે ખેતી કરીને હું આટલું નથી કમાઈ શકતી, પરંતુ પહેલેથી ઘણી જ વધુ ખુશ અને સ્વસ્થ છું.'

તે કહે છે, 'હું બિલકુલ સ્પષ્ટ હતી કે ખેતીમાં આટલી કમાણી નહીં થાય, પરંતુ અહીં મેં જે કમાણી કરી છે, તેને માત્ર પૈસા સાથે ન સરખાવી શકાય. અહીં મનની શાંતિ ઘણી જ છે, સ્વાસ્થ્ય સારું છે, તણાવ તો જરા પણ નથી. મારી સાચી કમાણી આ જ છે. મને મારા જીવનમાં ફાઈવ એલ-લવ, લોફ, લાઈવલીહૂડ, લર્નિક અને લિવિંગ આ બધું જ એક જ જગ્યાએ મળી રહ્યું છે. મને સારું ખાવાનું મળી રહે છે, સ્વચ્છ હવા, ચોખ્ખું પાણી અને મનની શાંતિ મળે છે. હું બીમારીઓથી દૂર છું.'

પૂજાની કંપની સારું કાર્ય કરી રહી છે અને તેઓ ભવિષ્યમાં બિહાર અને બીજાં રાજ્યોમાં જવાની યોજના બનાવી રહી છે. પૂજા કહે છે, 'બિઝનેસ મોડલ ડેવલપ થયા બાદ બની શકે છે કે અમે વધુ કમાણી કરીએ, પરંતુ અમારો હેતુ પૈસાથી વધુ આત્મનિર્ભર ગામડાં બનાવવાનો છે. એવાં ગામો બનાવવાં, જે પોતાની જરૂરિયાત પોતાની રીતે જ પૂરી કરી શકે અને સરકારી સબસિડી પર નિર્ભર ન રહે. અમારી અત્યારસુધીની સફર જણાવે છે કે અમે યોગ્ય માર્ગ પર જ છીએ.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો