ઘોઘંબા / સીમલીયાની એસ પી પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો

Students swarm at SP Patel College in Simalia

  • ઇન્ટરનલ પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો  ન હતો 
  • તોફાની તત્ત્વોએ વિદ્યાર્થીઓની સાથે ભળી જઇને પરીક્ષાની ઉત્તરવહીઓ પણ ફાડી નાખી 
  • કોલેજના આચાર્ય એસાઇન્મેન્ટનાં નાણાં માગતા હોવાનો વિદ્યાર્થીઓએ કરેલો આક્ષેપ
  • દરેક વિષયનાં એસાઇન્મેન્ટ જમા કરાવાના હોય છે, પણ તેના  કોઈ નાણાં વસૂલાતા નથી : આચાર્ય

Divyabhaskar.com

Feb 28, 2020, 10:54 AM IST
ઘોઘંબાઃ ઘોઘંબાના સીમલીયાની કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેસવા ન દેવાતાં હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવતાં પોલીસ બોલાવી પડી હતી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે કોલેજના આચાર્ય એસાઇમેન્ટના વિષય દીઠ રૂા.200ની માંગણી કરી હતી. િવદ્યાર્થીઓ સાથે તોફાની તત્વો ભળી જતાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના પેપર પણ ફાડી નાખ્યા હતા.
સીમલીયા ગામમાં એસ પી પટેલ આર્ટ્સ કોલેજમાં બીએના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષની આંતરિક પરીક્ષા ચાલી રહી છે. ગુરુવારે ત્રણેય વર્ષમાં અભ્યાસ કરતા 200 ઉપરાંત વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય દ્વારા પરીક્ષા આપવા માટે બેસવા ન દેવાતાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે કે કોલેજના આચાર્ય દ્વારા તેમની પાસે એસાઇન્મેન્ટના નાણાં માંગવામાં આવે છે અને જે નાણાં તેમજ એસાઇન્મેન્ટ જમા ન કરાવતા તમામ વિદ્યાર્થીઓને ગુરુવારની પરીક્ષામાં પ્રવેશ આપ્યો નથી. વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતને લઈને હોબાળો કરતા કોલેજના આચાર્ય દ્વારા પોલીસ બોલાવી વિદ્યાર્થીઓને કોલેજ કમ્પાઉન્ડમાંથી દૂર કર્યા હતાં. કોલેજમાં બીએ પ્રથમ વર્ષની હિન્દી, દ્વિતીય વર્ષની ગુજરાતી અને તૃતીય વર્ષની સંસ્કૃત વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં એસાઇન્મેન્ટ જમા ન કરાવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાથી દૂર રાખ્યા બાદ કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને એસાઇન્મેન્ટ જમા કરાવ્યા બાદ રીટેસ્ટની ફી ભર્યા બાદ જ પરીક્ષા આપવા દેવાશે તેમ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.
વિદ્યાર્થીઓની માંગ છે કે એક વિષયના એસાઇન્મેન્ટના 200 લેખે 7 વિષયના રૂા.1400 દરેક વિદ્યાર્થી પાસે કોલેજ દ્વારા વસુલવામાં આવે છે તે બંધ કરવામાં આવે તેમજ રીટેસ્ટ ફી જે 100 રૂપિયા છે તે પણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જયારે હોબાળો મચાવતાં વિદ્યાર્થીઓ સાથે કેટલાક તોફાની તત્વો ઘૂસી જઇને કોલેજના કલાસરૂમમાં પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓના પેપર ફાડી નાખીને પરીક્ષા આપવા દીધી ન હતી. આચાર્ય દ્વારા બોલાવેલી પોલીસે પણ મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. પણ વિદ્યાર્થીઓ ટસના મસ નહિ થઇને કોલેજ દ્વારા લેવાતી એસાઇમેન્ટ નાંણા બંધ કરેે તેવી માંગ કરી હતી.
વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા છે
યુનિવર્સીટીના નિયમ પ્રમાણે એસાઇન્મેન્ટ દરેક વિષયના જમા કરાવ્યા બાદ જ પરીક્ષામાં બેસવા દેવામાં આવે છે , પરંતુ તે અંગેના કોઈ નાણાં વસુલવામાં આવતા નથી, કોલેજ દ્વારા નિયમ મુજબ જે વિદ્યાર્થીઓએ એસાઇન્મેન્ટ જમા ન કરાવ્યું હોય તે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નથી. જેને લઈને આવા વિદ્યાર્થીઓ સાથે ગામના અસામાજિક તત્ત્વો મળીને કોલેજના ક્લાસરૂમમાં પ્રવેશ કરી પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ફાડી નાખી હતી તેમજ પરીક્ષા પણ આપવા દીધી નહોતી.- ડો ડી. આર. અમીન, આચાર્ય, એસ પી પટેલ આર્ટ્સ કોલેજ સીમલીયા
1 અસાઇન્મેન્ટના રૂ. 200ની માગણી
અમોને ત્રણ ત્રણ પેપર આપવા દીધા બાદ ગુરવારે ચોથા પેપરમાં અમોને બેસવાના દીધા નથી અને એક અસાઇમેન્ટના રૂપિયા 200 લેખે માંગણી કરવામાં આવી રહી છે. જેનો અમે વિરોધ કર્યો હતો. - અશ્વિનભાઈ સોલંકી, વિદ્યાર્થી
X
Students swarm at SP Patel College in Simalia

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી