આણંદ / વસાવાના છોકરાને પ્રેમ કરવાનો અધિકાર નથી? લખી વિદ્યાર્થીનો આપઘાત

મૃતક વિપુલ વસાવાની ફાઇલ તસવીર.
મૃતક વિપુલ વસાવાની ફાઇલ તસવીર.

  • વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલની ઘટના

Divyabhaskar.com

Jan 21, 2020, 04:28 AM IST
આણંદ: વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પ્રેમમાં નિષ્ફળ ગયેલા 24 વર્ષીય ઈકોનોમિક્સના વિદ્યાર્થીએ સોમવારે સવારે રૂમમાં પંખા સાથે કપડાં સૂકાવવાની દોરીનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ લીધો હતો. રૂમમાંથી એક પાનાંની સુસાઈડ નોટ મળી હતી.
MAના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં ગળાફાંસો ખાધો
રૂમમાંથી મળેલી સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ લખ્યું હતું કે, શું વસાવાના છોકરાને પ્રેમ કરવાનો અધિકાર નથી? યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં મૂળ દેડિયાપાડાના કાલ્લી ગામનો વિદ્યાર્થી વિપુલ મનુભાઈ વસાવા રહેતો હતો. તે યુનિવર્સિટીના ઈકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. સોમવારે બપોરે તેની સાથેના રૂમ પાર્ટનર કોલેજથી પરત રૂમ પર આવ્યા ત્યારે તેમના રૂમનો દરવાજો અંદરથી બંધ હોઈ તેમણે ખખડાવ્યો હતો. જોકે, રૂમમાંથી કોઈ જવાબ ન મળતાં તેમણે બારીમાંથી રૂમની અંદર જોયું હતું, જેમાં તેમનો રૂમ પાર્ટનર વિપુલ વસાવા ગળે ફાંસો ખાઈ પંખા પર લટકતો હતો. મિત્રોએ તરત જ ગેલેરીમાં જઈ, કાચ તોડી દરવાજો ખોલ્યો હતો અને રૂમમાં પ્રવેશ્યા હતા. બીજી તરફ આ અંગેની જાણ 108 તેમજ વિદ્યાનગર પોલીસને કરાઈ હતી. વિદ્યાનગર પોલીસે રૂમમાં તપાસ કરતાં રૂમમાંથી એક પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેણે પોતે આદિવાસી હોઈ અને તે જે યુવતીને પ્રેમ કરતો હોય તે ઊંચી જ્ઞાતિની હોવાથી અને તેણે પોતાને ભૂલી જવાનું કહેતાં યુવકને મનમાં લાગી આવ્યું હતું. અને તેને કારણે જ તેણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાનગર પોલીસે હાલમાં આ બનાવ સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.
સુસાઈડ નોટ: એ બધા કરતાં આપણા આદિવાસી સારા, મને ગર્વ છે કે હું આદિવાસીનો છોકરો છું
સોરી મમ્મી-પપ્પા.. પણ હું હવે મારી જિંદગીથી હારી ગયો છું એવું લાગે. હવે મારાથી ના જીવાય એટલા માટે હું આત્મહત્યા કરુ કારણ હું મારી પ્રેમિકા વગર પણ ના રહી શકું. એ વાત એને ખબર છે. અને એને એ વિશે ખબર હતી કે હું વસાવા છું. તો પણ તે મારી સાથે સંબંધ રાખ્યો. અને એ પણ ખબર હતી કે એના મમ્મી-પપ્પા ના માને તો પણ હવે મારો સાથ નિભાવવાનો વારો આવ્યો ત્યારે એ એવું કહે છે કે મને ભૂલી જા. પણ મારાથી નથી થતું. હું ના હોવ તો મમ્મી-પપ્પા મને પ્રોમિસ કરો કે તમે યુવતીના ઘરે જજો અને એના મમ્મી પપ્પાને કેજો કે હવે અમારો છોકરો વસાવા હતો તો શું વાંધો હતો. શું એક વસાવાના છોકરાને પ્રેમ કરવાનો અધિકાર નથી? હું પણ એક માણસ છું. અને એના મમ્મી પપ્પા, દાદા, કાકા-કાકી બધાને કઈ દેજો કે હવે મારો છોકરો મરી ગયો તો તમે બધા ખુશ. હવે તો એ પોલીસ કેસ કરવાની ધમકી ના આપે. એ લોકો વસાવાને શું સમજતા છે કે એ લોકો એકદમ વાહિયાત જંગલમાં રહેવાવાળા માણસો છે એવું સમજતા હશે. પણ એ બધા લોકો કરતાં આપણા આદિવાસી સારા હોય. અને મને ગર્વ થાય છે કે હું આદિવાસીનો છોકરો શું. એ લેટર મારા બધા મિત્રોને પહોંચાડજો અને હું બધાને વિનંતી કરું છું કે મારા મમ્મી પપ્પાને સાથ આપજો.
X
મૃતક વિપુલ વસાવાની ફાઇલ તસવીર.મૃતક વિપુલ વસાવાની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી