તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કમોસમી વરસાદ:થરાદના લેડાઉમાં ભારે પવનથી મકાનોના પતરા ઊડયા

થરાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

આવેલી ડોળી નામના સિમ ખેતરોમાં વસવાટ કરતા પચાણભાઈ શંકરભાઇ પાંચલને રહેણાંક ઢાળ તેમજ પશુઓના શેડ પરના પતરા ઉડીને અન્ય ખેતરોમાં પડ્યાં હતાં. જેમાં વધુ પવન હોવાથી એક લોખંડી પતરું ઉંચા પીલુડીના ઝાડમાં ફસાઈ જવા પામ્યું હતું. જેમાં ચારથી વધુ પરિવારોને નુકશાન સર્જાયું હતું. ત્યારે નારણસિંહ દરબારના ખેતરમાં રહેલા ખેતમજૂર ભાગીયા પરિવારના રહેણાંક પરના સિમેન્ટના પાંચ જેટલા પતરા ઉડી જતાં પરિવારે આખી રાત વરસાદી પાણીથી ભીંજાઈને ઠંડીમાં પસાર કરી હતી.

ત્યારે મહાજનપુરા ગોગ મહારાજના મઢે ઉભેલ વર્ષો જૂનો લીમડાનું ઝાડ અધવચ્ચેથી ફાટી જવા પામ્યું હતું. આથી તાલુકાના જમડા, લેંડાઉ, ચુડમેર તેમજ ભાચર જેવા ગામોમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડતાં ચોમાસું પાક તેમજ ખેતરોમાં બનાવેલા રહેણાંક મકાનોને નુકશાન થવા પામ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો