તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચીમકી:‘STના કર્મીઓપર હુમલા બંધ નહીં થાય તો હડતાળ’

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર દિવસમાં એસ.ટીના બે ડ્રાઈવર અને એક કંડક્ટર પર હુમલો થતા યુનિયનની ચીમકી

રાજકોટમાં છેલ્લા ચાર દિવસમાં એસ.ટીના બે ડ્રાઈવર અને એક કંડક્ટર ઉપર હુમલો થતા એસ.ટી મજદૂર સંઘે ઉગ્ર રજૂઆત કરી છે અને હવે કોઈપણ ડ્રાઈવર કે કંડક્ટર ઉપર હુમલા થશે તો ગમે ત્યારે હડતાળ પડવાની ચીમકી પણ ઉચ્ચારી રાજકોટ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરી છે. આ આવેદનમાં યુનિયન દ્વારા જણાવાયું છે કે ગત તા. 16ના રોજ હિંમતનગર વિભાગ અને જૂનાગઢ વિભાગની એસટી બસના ફરજ ઉપરના કર્મચારીઓને કોઇ વાંક ગુના વગર, ખોટી રીતે જાહેર માર્ગ ઉપર, હજારો માણસો વચ્ચે દાદાગીરી કરી પાઇપ વડે માર મારવાનો તેમજ ગાળો આપી ધમકી આપતો વીડિયો વાઇરલ થયો છે.

જે બાબતે કડકમાં કડક પગલાં ભરવા તેમજ ફરજમાં રુકાવટ, ધમકી, મારવા બાબતની ફરિયાદ નોંધાવી કર્મચારીઓની લાગણી-માગણીને વાચા આપવી. આ ઉપરાંત તાજેતરમાં જ રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર પણ મહિલા કંડક્ટરને માર માર્યાનો બનાવ બન્યો હતો અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જો હવે એસટી બસના કંડક્ટર-ડ્રાઇવર્સ ઉપરના હુમલા બંધ નહીં થાય તો એસટીના કર્મચારીઓ ગમે ત્યારે હડતાળ પર ઉતરી જશે. તેવી ચીમકી રાજકોટ વિભાગ-એસટી મજદૂર સંઘે ઉચ્ચારી અને આ પ્રશ્ને રાજકોટ વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો