અમદાવાદ / રખડતા કુતરાઓના આતંકનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, 10 લોકોને કુતરાના ટોળાએ ફાડી ખાધા

Street Dogs bite Case Reached in Gujarat High Court

  • હાઈકોર્ટે પોલીસ કમિશનર, મ્યુનિ. કમિશનર અને ગૃહ વિભાગને નોટિસ જારી કરી
  • 5 ફેબ્રુઆરી સુધી ખુલાસો કરવા માટે હાઈકોર્ટે નિર્દેશ આપ્યા

Divyabhaskar.com

Jan 21, 2020, 05:33 PM IST

અમદાવાદ: શહેરમાં રખડતા કુતરાઓના આતંકનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. માત્ર અમદાવાદ શહેરમાં વર્ષે 60 હજારથી વધુ લોકોને રખડતા કુતરા કરડ્યાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે 10 લોકોને કુતરાના ટોળાએ ફાડી ખાધા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાથી લેતા અમદાવાદ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને ગૃહ વિભાગને નોટિસ જારી કરી છે. તેમજ 5 ફેબ્રુઆરી સુધી આ મામલે ખુલાસો કરવા નિર્દેશ આપ્યા છે.

હજારો લોકોને કુતરા કરડ્યાં હોવાની ફરિયાદો ઉઠી
રાજ્યમાં 9 બાળકો અને એક વૃદ્ધાને કુતરાના ટોળાએ ફાડી ખાધા હોવા અંગે પણ હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમજ કુતરાના ખસીકરણ પાછળ પણ ભ્રષ્ટાચાર હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત લોકોના રક્ષણની જવાબદારી પોલીસ તેમજ સરકારની હોવાની પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.

X
Street Dogs bite Case Reached in Gujarat High Court
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી