તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Street Dancer 3D Made 10 Cr And Panga Earned 2.77 Crore On The First Day

‘સ્ટ્રીટ ડાન્સર’એ પહેલાં દિવસે 10 કરોડ તો ‘પંગા’એ 2.77 કરોડની કમાણી કરી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ વરુણ ધવન-શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’એ પહેલાં દિવસે 10.26 કરોડની કમાણી કરી હતી તો બીજી બાજુ કંગના રનૌતની ફિલ્મ ‘પંગા’એ પહેલાં દિવસે 2.77 કરોડ કમાયા હતાં. ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શની ટ્વીટ પ્રમાણે, રેમો ડિસોઝાની આ ફિલ્મની શરૂઆત વધુ કમાણીથી થવી જોઈતી હતી. કારણ કે આ ફિલ્મ યુથ સેન્ટ્રિક છે. સામાન્ય રીતે આ પ્રકારની ફિલ્મનું બિગ ઓપનિંગ હોય છે. 

અપેક્ષા પ્રમાણે શરૂઆત ના થઈ
ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર, એનાલિસ્ટ તથા મલ્ટીપ્લેક્સ ઓનર રાજ બંસલે કહ્યું હતું કે બંને ફિલ્મે અપેક્ષા પ્રમાણે શરૂઆત કરી નથી. ‘પંગા’ના વખાણ કરવામાં આવ્યા પરંતુ કલેક્શન થયું નથી. માઉથ પબ્લિસિટીને કારણે આજે (શનિવારે) કલેક્શન વધી શકે છે. ‘સ્ટ્રીટ ડાન્સર’માં વધુ કલેક્શન થાય તેમ લાગતું નથી. જો બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં વધારો નહીં થાય તો બંને ફિલ્મ માટે સર્વાઈવ કરવું મુશ્કેલ છે. 

મુંબઈ સર્કિટમાં ‘સ્ટ્રીટ ડાન્સર’ પર ‘તાનાજી’ ભારે પડી
તરન આદર્શે ટ્વીટમાં કહ્યું હતું કે મુંબઈ સર્કિટમાં રેમો ડિસોઝાની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’ના કલેક્શન પર અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી’ ભારે પડી છે. 10 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ હજી પણ સારી ચાલી રહી છે. 

‘તાનાજી’ 200 કરોડ ક્લબમાં એન્ટર
ઓમ રાઉતની ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’એ 202.38 કરોડની કમાણી કરી છે. અજય દેવગને પોતાની ફિલ્મ 200 કરોડની ક્લબમાં એન્ટર થતાં જ ચાહકોનો આભાર માન્યો હતો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો