શેરબજાર / સેન્સેક્સ 167 અંક ઘટ્યો, નિફ્ટી 58 અંક ઘટી 11,512 પર બંધ; બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલમાં તેજી

Sensex down 167 points, Nifty 58 points down 11,512; Bajaj Finance, Bharti Airtel boom

  • વેદાંતા, યસ બેન્ક, ટાટા સ્ટીલ, ઓએનજીસી સહિતના શેર ઘટીને બંધ થયા હતા

Divyabhaskar.com

Sep 27, 2019, 04:56 PM IST

મુંબઈઃ શેરબજારમાં આજે ભારે વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 167 અંક ઘટીને 38,822 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 58 અંક ઘટી 11,512 પર બંધ થયો હતો.

સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, આઈટીલી, રિલાયન્સ, કોટક મહિન્દ્રા સહિતના શેર વધારા સાથે બંધ થયા હતા. બજાજ ફાઈનાન્સ 1.61 ટકા વધી 4,065.35 પર બંધ થયો હતો. જ્યારે ભારતી એરટેલ 1.41 ટકા વધી 348.80 પર બંધ થયો હતો.

આ સિવાય વેદાંતા, યસ બેન્ક, ટાટા સ્ટીલ, ઓએનજીસી સહિતના શેર ઘટીને બંધ થયા હતા. વેદાંતા 5.39 ટકા ઘટીને 157.20 પર બંધ થયો હતો. જ્યારે યસ બેન્ક 4.41 ટકા ઘટીને 48.80 પર બંધ થયો હતો.

X
Sensex down 167 points, Nifty 58 points down 11,512; Bajaj Finance, Bharti Airtel boom
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી