શેરબજાર / વિદેશી રોકાણકારોની ખરીદીના પગલે માર્કેટમાં તેજી, સેન્સેક્સમાં 453 અંકનો ઉછાળો, નિફ્ટી 11586 પર બંધ

The Sensex rose 104 points to close at 38700, reaching the Nifty 11480

  • યસ બેન્કના શેરમાં 15% ઉછાળો, ટાટા મોટર્સમાં 13% તેજી
  • એચસીએલ ટેક અને વેદાંતાના શેરમાં 1-1% ઘટાડો    

Divyabhaskar.com

Oct 17, 2019, 04:45 PM IST

મુંબઈઃ શેરબજાર ગુરુવારે પણ વધીને બંધ રહ્યું હતું. સેન્સેક્સ 453.07 અંક વધારા સાથે 39,052.06 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 506 અંક વધી 39,104.69 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીનું ક્લોઝિંગ 122.35 અંકના વધારા સાથે 11,586.35 પર થયું હતું. કારોબાર દરમિયાન તે 135 અંકની તેજીની સાથે 11,599.10ના સ્તરે પહોંચ્યો હતો. એનાલિસ્ટોના જણાવ્યા મુજબ વિદેશી રોકાણકારોએ ખરીદી વધારતા બજારમાં તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ સસ્તુ થવાથી પણ સહારો મળ્યો.

સેન્સેક્સના 30માંથી 21 અને નિફ્ટીના 50માંથી 35 શેર વધારા સાથે બંધ થયા હતો. એનએસઈ પર 11માંથી 10 સેકટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં. પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં સૌથી વધુ 3 ટકા તેજી આવી. માત્ર આઈટી ઈન્ડેક્સ નુકસાન(0.4%)માં રહ્યો હતો.

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
યસ બેન્ક 15.47%
ટાટા મોટર્સ 13.27%
આયશર મોટર્સ 7.96%
ઈન્ડસઈન્ડ બેન્ક 5.14%
બજાજ ઓટો 3.78%

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
એચસીએલ ટેક 1.06%
વેદાંતા 0.97%
ગ્રાસિમ 0.73%
અલ્ટ્રાટેક સિમેન્ટ 0.73%
ઈન્ફ્રાટેલ 0.58%
X
The Sensex rose 104 points to close at 38700, reaching the Nifty 11480
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી