શેરબજાર / સેન્સેક્સમાં 350 અંકની તેજી, નિફ્ટી 100 અંક વધી 11550ની ઉપર

Sensex rose 350 points, Nifty 100 points up 11550

  • આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 2.7%, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 1% વધારો
  • યસ બેન્કનો શેર 3% વધ્યો, એચસીએલ ટેકના શેરમાં 1% ઘટાડો

Divyabhaskar.com

Sep 26, 2019, 10:18 AM IST

મુંબઈઃ શેરબાજરની શરૂઆત આજે વધારા સાથે થઈ છે. સેન્સેક્સ 107 અંકના વધાર સાથે 38,700.48 પર ખુલ્યા બાદ થોડ જ મિનિટિમાં 359 અંક વધીને 38,952.29 પર પહોંચ્યો છે. નિફ્ટીનું ઓપનિંગ 30 અંકના વધારા સાથે 11,469.85 પર થયું. કારોબાર દરમિયાન તે 112 અંક વધીને 11,552.05ના સ્તરે પહોંચ્યો છે.

સેન્સેક્સના 30માંથી 27 અને નિફ્ટીના 50માંથી 42 શેરમાં વધારો નોંધાયો છે. પ્રાઈવેટ બેન્કોના શેરમાં વધુ ખરીદી જોવા મળી રહી છે. આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 2.7 ટકા ઉછાળો આવ્યો. ઈન્ડસઈન્ડ બેન્ક 2.4% વધ્યો. કોટક બેન્કમાં 1.7% તેજી જોવા મળી. જોકે યસ બેન્કનો શેર 3% ઘટ્યો છે.

મારૂતિમાં 1.7% અને ટેક મહિન્દ્રામાં 1.3% તેજી જોવા મળી. ભારતી એરટેલ પણ 1.2% વધ્યો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 1% તેજી જોવા મળી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ઓએનજીસીમાં 1-1% વધારો નોંધાયો છે.

X
Sensex rose 350 points, Nifty 100 points up 11550

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી