શેરબજાર / સેન્સેક્સ 7 અંક વધી 39097 પર બંધ, ઉપરના સ્તરથી 209 અંક ગગડ્યો

The Sensex closed 7 points higher at 39097, up 209 points from the top level

  • કારોબાર દરમિયાન સેન્સેક્સ 39306 સુધી પહોંચ્યો હતો
  • ઈન્ફોસિસના શેરમાં 4%, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 3% વધ્યો

Divyabhaskar.com

Sep 24, 2019, 05:49 PM IST

મુંબઈઃ શેરબજારમાં મંગળવારે સમગ્ર દિવસ દરમિયાનના ઉતાર-ચઢાવ બાદ ફ્લેટ સ્તરે કારોબાર ખત્મ થયો હતો. સેન્સેક્સ 7.11 અંક વધી 39,097.14 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 216 અંકના વધારા સાથે 39,306.37 સુધી પહોંચ્યો હતો. તે 39,913.06ના નીચલા સ્તર સુધી પણ પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 12 અંક નીચે 11,588.20 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 55 અંક વધીને 11,655.05 સુધી પહોંચ્યો છે. નિફ્ટી 11,539.20ના નીચલા સ્તર સુધી પહોંચ્યો હતો. કારોબારીઓના જણાવ્યા મુજબ વિદેશી અને ઘરેલુ સંકેતોના કારણે શરૂઆતમાં બજારમાં તેજી આવી.

સેન્સેક્સના 30માંથી 15 અને નિફ્ટીના 50માંથી 28 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. એનએસઈ પર 11માંથી 7 સેકટર ઈન્ડેક્સ નુકસાનમાં રહ્યાં હતા. પીએસયુ બેન્ક ઈન્ડેક્સ સૌથી વધુ 2.3% ઘટ્યો હતો. બીજી તરફ આઈટી ઈન્ડેક્સ સૌથી વધુ 1.9 ટકા ફાયદામાં રહ્યો.

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
ઈન્ફોસિસ 3.88%
ઝી એન્ટરટેન્ટમેન્ટ 3.66%
ટેક મહિન્દ્રા 3.11%
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 3.09%
ટાટા મોટર્સ 2.74%

નિફ્ટીના ટોપ-5 લુઝર

​​​​​​​

શેર ઘટાડો
JSW સ્ટીલ 4.19%
એસબીઆઈ 4.06%
આયશર મોટર્સ 3.84%
આઈઓસી 3.08%
એક્સિસ બેન્ક 3.08%
X
The Sensex closed 7 points higher at 39097, up 209 points from the top level
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી