શેરબજાર / સેન્સેક્સ 252 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 80 પોઈન્ટ ઘટીને 11,500થી નીચે

The Sensex lost 252 points, the Nifty dropped 80 points to below 11,500

  • ટાઈટનના શેર્સમાં 11%નો કડાકો, HDFCમાં 2%નું નુકસાન
  • યસ બેંકના શેર્સમાં 2%નો ઉછાળો, સન ફાર્મામાં 1%નો વધારો

Divyabhaskar.com

Jul 09, 2019, 10:24 AM IST

મુંબઈઃ શેર બજારમાં આજે ભારે વોલેટાલિટી જોવા મળી રહી છે. સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 38,468.75 પર આવી ગયો છે. નિફ્ટીમાં 80 પોઈન્ટનું નુકસાન નોંધાયું છે. નિફ્ટીએ 11,479ના નીચલા સ્તરને સ્પર્શ્યો છે. જો કે બંને ઈન્ડેક્સમાં નીચલા સ્તરેથી થોડીક રિકવરી થઈ છે. બજારમાં નુકસાનનો આજે સતત ત્રીજો દિવસ છે.
સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 20 અને નિફ્ટીના 50માંથી 31 શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે. ટાઈટનનો શેર બીએસઈમાં 11% સુધી તૂટ્યો છે. HDFC અને બજાજ ફાયનાન્સના શેર્સ 2-2 ટકા સુધી ઘટ્યા છે.
બીજી બાજુ યસ બેંકના શેર્સમાં લગભગ 2%નો વધારો નોંધાયો છે. સન ફાર્મા અને ONGCમાં લગભગ 1-1 ટકાનો ઉછાળો નોંધાયો છે. રિલાયન્સ, ટાટા સ્ટીલ, વેદાંતાના શેર્સમાં 0.5%થી 0.7%નો વધારો જોવા મળી રહ્યો છે.

X
The Sensex lost 252 points, the Nifty dropped 80 points to below 11,500
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી