શેર બજાર / સેન્સેક્સ 793 પોઈન્ટના કડાકા સાથે 38,271ની સપાટીએ, નિફ્ટી 253 પોઈન્ટ ઘટી 11,559ની સપાટીએ બંધ

Sensex down 665 and Nifty 205 points, PNB shares fall 10%

  • વિશ્લેષકોએ કહ્યું- બજેટમાં સુપર રિચ પર સરચાર્જ વધારવાના કારણે બજારમાં નકારાત્મક અસર
  • ઓટો, બેંકિંગ સેક્ટરના શેર્સમાં વધુ વેચવાલી, હોરી મોટોકોર્પના શેર 5% તૂટ્યા

Divyabhaskar.com

Jul 08, 2019, 05:54 PM IST

મુંબઈઃ શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 792.82 પોઈન્ટના કડાકાની સાથે 38,720.57 પર બંધ થયો છે. ટ્રેડિંગ દરમિયાન 907 પોઈન્ટનો કડકો જોવા મળ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 252.55 પોઈન્ટ નીચે 11,588.60ની સપાટી થયું છે. ઈન્ટ્રા ડેમાં 288 પોઈન્ટ તૂટીને 11,523.30ના નીચલા સ્તેર સ્પર્શયુ હતું.

વિશ્લેષકોનું માનવું છે કે બજેટની જાહેરત લગભગ રોકાણકારોને પસંદ નથી પડી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે બજેટમાં કહ્યું હતું કે લિસ્ટેડ કંપનીઓમાં પબ્લિક શેર હોલ્ડિંગ 25%થી વધારીને 35% કરવા માટે સેબીને કહ્યું છે. નાણાંમંત્રી 2થી 5 કરોડ રૂપિયા અને 5 કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક આવકવાળા પર સરચાર્જની પણ જાહેરાત કરી છે. વિશ્લેષકો મુજબ સરચાર્જનું વધારાનું વ્યાજ શેર બજારમાંથી પૈસા કમાવવા પર લાગતાં લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ પર પણ અસર કરશે. તો વિદેશી બજારમાં આજના ઘટાડાની અસર પણ ભારતીય બજારમાં જોવા મળી રહી છે.

2 સેશનમાં રોકાણકારોને 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું: સેન્સેક્સમાં શુક્રવારે 394.67 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. શુક્રવાર અને સોમવારના કડાકાથી BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 5 લાખ કરોડ રૂપિયા ઘટીને 140.08 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગુરૂવારે માર્કેટ કેપ 153.58 કરોડ રૂપિયા હતી.

PNBના શેરમાં 11%નો કડાકોઃ સેન્સેક્સના 30માંથી 27 અને નિફ્ટીના 50માંથી 45 શેર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં. બેંકિંગ અને ઓટો સેકટરના શેર્સમાં વેચવાલીનું જોર વધુ જોવા મળ્યું. મારૂતિના શેરમાં 5%નો ઘટાડો રહ્યો. PNBના શેર 11%નો કડાકો નોંદાયો. PNBએ શનિવારે જણાવ્યું કે ભૂષણ પાવર એન્ડ સ્ટીલના 3800 કરોડ રૂપિયાના ફ્રોડની જાણ થઈ છે. આરબીઆઈને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. માનવામાં આવે છે કે ફ્રોડની જાણકારી સામે આવવાને કારણે શેર્સમાં વેચવાલી જોવા મળી હતી.

નિફ્ટીના 5 લૂઝર્સ

શેર ઘટાડો
બજાજ ફિનસર્વ 10.12%
બજાજ ફાયનાન્સ 7.77%
ONGC 5.57%
NTPC 5.35%
હીરો મોટોકોર્પ 5.26%

સરકારી બેંકના શેર્સ 11% સુધી તૂટ્યા

શેર ઘટાડો
PNB 11.25%
કેનરા બેંક 8.07%
બેંક ઓફ ઈન્ડિયા 10.38%
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 8.62
SBI 3.98
બેંક ઓફ બરોડા 4.48
ઈન્ડિયન બેંક 5.37

નિફ્ટીના 5 ગેઈનર્સ​​​​​

શેર ઉછાળો
યસ બેંક 5.90%
HCL ટેક 7.77%
ઈન્ફ્રાટેલ 5.57%
TCS 5.35%
JSW સ્ટીલ 5.26%
X
Sensex down 665 and Nifty 205 points, PNB shares fall 10%
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી