શેરબજાર / સેન્સેક્સ 162 અંક વધી 36725 પર બંધ, નિફ્ટી 11,000ની નીચે

Sensex rose 162 points to close at 36725, down from the Nifty 11,000

  • ટાટા સ્ટીલ શેરમાં 3% ઉછાળો, ડો.રેડ્ડીમાં 2.7% તેજી
  • મારૂતિનો શેર 4% ઘટ્યો, સન ફાર્મામાં 3% ઘટાડો

Divyabhaskar.com

Sep 04, 2019, 04:58 PM IST

મુંબઈઃ શેરબજારમાં આજે સમગ્ર દિવસ દરમિયાન ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સનું ક્લોઝિંગ 161 અંકના વધારા સાથે 36,724 પર થયું હતું. શરૂઆતના કારોબાર દરમિયાન 153 અંકનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 36409ના નીચલા અને 36776ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીએ 46 અંક વધીને 10844 પર બંધ થયો હતો. અગાઉ 51 અંકનું નુકસાન નોંધાયું હતું. નિફ્ટી ઈન્ટ્રા-ડેમાં 10,746ના નીચલા અને 10,858ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

એનાલિસ્ટોના જણાવ્યા પ્રમણે હોન્ગકોન્ગમાં વિરોધ પ્રદર્શન બંધ થવાની આશાથી એશિયાઈ બજારોમાં તેજી આવી છે. ભારતીય બજાર પર તેની અસર જોવા મળી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે હોન્ગકોન્ગ વિવાદિત પ્રત્યાર્પણ બિલ પરત લેવા માટે તૈયાર છે. બિલના વિરોધમાં અહીં જૂનથી પ્રદર્શન થઈ રહ્યું છે.

મેટલ ઈન્ડેક્સમાં 1.6% વધારો

સેેન્સેક્સના 30માંથી 18 અને નિફ્ટીના 50માંથી 30 શેર વધારા સાથે બંધ રહ્યાં હતા. બેન્કિંગ અને મેટલ શેરમાં સારી ખરીદી થઈ હતી. બીજી તરફ ઓટો સેક્ટરના શેરમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. એનએસઈ પર 11માંથી 6 સેકટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં. મેટલ ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.6 ટકા ઉછાળો આવ્યો. બીજી તરફ ઓટો ઈન્ડેક્સ સૌથી વધુ 1.2 ટકા નુકસાનમાં રહ્યો.

નિફ્ટીના ટોપ-5 ગેનર​​​​​​​

શેર વધારો
ટાટ સ્ટીલ 2.88%
બીપીસીએલ 2.82%
આઈઓસી 2.81%
ડો.રેડ્ડી 2.66%
જેએસડબલ્યુ સ્ટીલ 2.45%

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
મારૂતિ 4.04%
સન ફાર્મા 3.04%
બ્રિટાનિયા 3.02%
ટાટા મોટર્સ 2.57%
એશિયન પેન્ટ્સ 2.52%
X
Sensex rose 162 points to close at 36725, down from the Nifty 11,000
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી