• Home
  • Business
  • Steel Induction Furnace Industry of Gujarat lost over 10,000 jobs in three months

મુશ્કેલી / રૂ. 1.25 લાખ કરોડના ટર્નઓવરવાળા ગુજરાતના સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ ઉદ્યોગમાં 50 યુનિટ બંધ, 10,000થી વધુની રોજગારી છીનવાઈ

Steel Induction Furnace Industry of Gujarat lost over 10,000 jobs in three months
X
Steel Induction Furnace Industry of Gujarat lost over 10,000 jobs in three months

  • દૈનિક 30,000 ટનનું ઉત્પાદન હતું તે ઘટીને 10,000 ટન થઇ ગયું 
  • મુશ્કેલ સમયમાં નીતિ વિષયક રાહત આપવા સરકારને રજૂઆત
  • વધુ પાવર ટેરીફના કારણે અન્ય રાજ્યો સાથે સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ

Divyabhaskar.com

Sep 09, 2019, 06:50 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: ઓટોમોબાઇલ, રિઅલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહીત સ્ટીલનો વપરાશ ધરાવતા ઉદ્યોગોમાં આવેલી મંદીના પગલે ગુજરાતનો સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ગત વર્ષની તુલનામાં માગ 30-35% ઘટી જવાના કારણે આ ઇન્ડસ્ટ્રીએ પોતાનું ઉત્પાદન પણ 60% જેટલું ઘટાડી નાખ્યું છે. ઉદ્યોગોના જાણકારોના મતે મંદીના કારણે 50 યુનિટ્સ પહેલા જ બંધ થઇ ચુક્યા છે અને જો આ સ્થિતિમાં જલદીથી સુધારો નહિ આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. ખાસ તો, નાના એકમો માટે ઘણી મુશ્કેલી ઉભી થશે. ગત વર્ષે આ સમયે જ્યાં દૈનિક 30,000 ટનનું ઉત્પાદન હતું તે અત્યારે ઘટીને 10,000 ટન થઇ ગયું છે. સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ ઉદ્યોગ ઓટો, ફેબ્રિકેશન, પતરા, પાઇપ, ટીએમટી વગેરેના ઉત્પાદન માટે અત્યંત જરૂરી કાચા માલનો સપ્લાય કરે છે પરંતુ આ તમામ ઉદ્યોગોમાં મંદી હોવાથી તેની સીધી અસર સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ પર જોવા મળી રહી છે. વર્તમાન પરિસ્થિતિને પહોચી વળવા માટે ગુજરાત ઇન્ડક્શન ફર્નેસ એસોસિએશને કેન્દ્ર સરકાર સમક્ષ નીતિ વિષયક રાહત પેકેજની માગણી કરી છે.

મંદીના કારણે આ ઉદ્યોગમાં લોકોની રોજગારી છીનવાઈ રહી છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી