તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધો. 12 ગુજકેટની હોલ ટિકિટ ઓનલાઇન મુકાઇ, નવસારીના 3000 છાત્ર આપશે પરીક્ષા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • હોલ ટિકિટ પર સહી-સિક્કાની જરૂર નથી
  • નોંધાયેલો મોબાઈલ નંબર, ઈમેઇલ કે જન્મતારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરી ડાઉનલોડ કરી શકાશે

નવસારી: 3000 જેટલા છાત્ર ધો-12 સાયન્સ ગુજકેટની પરીક્ષા આપશે. 15 બિલ્ડીંગમાં લેવાનારી ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઇન મૂકી દેવામાં આવી છે.ધો-12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થઇ છે. ત્યારે હવે આગામી 31 માર્ચે લેવાનારી ગુજકેટની પરીક્ષાની તૈયારીમાં વિદ્યાર્થીઓ વ્યસ્ત બનશે. સાથોસાથ કોરોના વચ્ચે બોર્ડની પરીક્ષા સિવાય શાળા કોલેજમાં રાજ્ય સરકારે જાહેર કરેલા કોરોના વેકેશન દરમિયાન અન્ય છાત્રો ધો-1 થી 9 અને ધો-11ની પરીક્ષાની તૈયારી કરશે. જયારે ધો-12 સાયન્સ છાત્રો ગુજકેટની તૈયારી કરશે.

હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 31 માર્ચને મંગળવારે લેવાનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટની પરીક્ષાનું એડમિશન કાર્ડ, હોલ ટિકિટ ફક્ત ઓનલાઈન મુકવામાં આવી છે. આજે સોમવારે સાંજે 6 કલાકથી આ હોલ ટિકિટ પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા ઉમેદવારો બોર્ડની વેબસાઇટ gujcet. gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરી શકશે.  

મોબાઈલ નંબર,ઇમેલ આઇડી,જન્મતારીખ,એપ્લિકેશન નંબર વડે હોલ ટિકિટ ડાઉનલોડ
જેમાં ઉમેદવારોએ ગુજકેટ માટે ભરેલા આવેદનપત્રમાં નોંધાયેલો મોબાઈલ નંબર અથવા તો ઇમેલ આઇડી અને જન્મતારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ હોલ ટિકિટ સર્ચ કરી અને જન્મતારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત બોર્ડમાં નોંધાયેલી રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ પોતાના ઇન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગીન કરીને પોતાની શાળાના ગુજકેટ માટેના ઉમેદવારોની હોલ ટિકિટ ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે. 

હોલ ટિકિટ ફક્ત ઓનલાઇન માધ્યમથી મળી રહેશે
ગુજકેટ માટેની હોલ ટિકિટ ફક્ત ઓનલાઇન માધ્યમથી મળી રહેશે જે પરીક્ષામાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલ ટિકિટ પર શાળાના આચાર્યનો સહી- સિક્કો કરાવવાની જરૂર નથી તેની નોંધ લેવા નવસારીના ડીઇઓ રોહિત ચૌધરીએ જણાવ્યું છે. વિદ્યાર્થીએ પરીક્ષા દરમ્યાન હોલ ટિકિટ સાથે કોઈપણ એક ફોટો આઈડી પ્રુફ એટલે કે આધારકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો ધો.12ની મુખ્ય પરીક્ષાની હોલટીકીટ સાથે રાખવાની રહેશે જેની ખાસ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. તમામ ઉમેદવારોને, વાલીઓ તથા રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ શાળાના આચાર્યોને આ બાબતની ખાસ નોંધ લેવા દ્વારા તાકીદ કરાઈ છે. 31 માર્ચે યોજાનારી ગુજકેટની પરીક્ષાના ટાઇમ ટેબલ પર નજર નાખીએ તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનો સમય સવારે 10 થી 12, બાયોલોજીનો સમય બપોરે 1થી 2 અને મેથ્સનો સમય 3 થી 4 નો રહેશે.
 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો