તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધો.10 અંગ્રેજીમાં ગ્રામર સહેલું 10 માર્કસના પ્રશ્નો ટ્વિસ્ટ કર્યાં,વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • ભરૂચમાં 32 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
  • ધોરણ 12નું ગુજરાતીનું પેપર સહેલું નીકળ્યું

ભરૂચ: રાજ્યમાં કોરોના વાઇરસ ઇફેક્ટને કારણે વિદ્યાર્થીઓ માટે  શાળા-કોલેજો બંધ રખાય છે પરંતુ બોર્ડની પરીક્ષા યથાવત છે.સોમવારે ધોરણ 10નું અંગ્રેજી અને ધોરણ 12નું ગુજરાતીનું પ્રશ્નપત્ર હતું. ધો.10ના અંગ્રેજીના પેપરમાં 10 માર્કસના પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પુછાયા હોવાથી વિદ્યાર્થીઓ મુઝવાયા હતા. જોકે બાકીનું પેપર એકંદરે મધ્યમ હતું. 

નિંબધ અને પત્રલેખનના વિષયો પણ સરળ હોવાથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી
અંગ્રેજીમાં ગ્રામર સહેલું હતુ. 2019ની પેપર સ્ટાઇલ પ્રમાણે અંગ્રેજીના ગ્રામરમાં વિદ્યાર્થીઓને એમસીક્યુ (મલ્ટી ચોઇસ ક્વેશ્ચન) પ્રકારના પ્રશ્નો પુછાતા હોવાથી વિદ્યાર્થીઓ સહેલાયથી જવાબ આપી શક્યા હતા. 25 માર્કસનું ગ્રામર હતું. નિંબધ અને પત્રલેખનના વિષયો પણ સરળ હોવાથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. ધો.12નું ગુજરાતીનું પેપર પણ એકંદરે સહેલુથી મધ્યમ કક્ષાનું હતું. ભરૂચ જિલ્લાના 16 કેન્દ્રો પર ધો.10-12ના 32 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા આપી હતી. ધો.10માં 21,367 વિદ્યાર્થીઓ પૈકી 20,791 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો.12માં 11,606 વિદ્યાર્થીઓ પૈકી 11,423 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો