શહીદ દિવસ / 30મી જાન્યુઆરીએ સવારે 11 વાગે તમામ કામકાજ થોભાવી 2 મિનિટનું મૌન પાળવા રાજ્ય સરકારની અપીલ

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રાણ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા વિનંતી
  • તમામ કચેરીઓ, કારખાનાઓ, વાહનવ્યવહાર બંધ કરવા સરકારની અપીલ
  • વિમાનો તેમજ રેલ વ્યવહારને બે મિનિટ રોકી મૌનમાં જોડાવવા જણાવાયું

Divyabhaskar.com

Jan 24, 2020, 08:06 PM IST

ગાંધીનગરઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા શહીદોની સ્મૃતિમાં 30મી જાન્યુઆરી, 2020ને ગુરૂવારના રોજ શહીદ દિને સવારે 11 કલાકે બે મિનિટ મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સમગ્ર દેશમાં આ બે મિનિટ સુધી સમગ્ર કામકાજ મુલતવી રાખી મૌન પાળવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.
તમામ કચેરીઓએ મૌન પાળવા આદેશ આપવો પડશે
30મી જાન્યુઆરી, 2020ના રોજ સવારે 10:59 થી 11:00 કલાક સુધી સાયરન વગાડવામાં આવશે. સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી, શક્ય હોય તો ભેગા મળી મૌન પાળે, જ્યાં શક્ય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવવામાં આવે. આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે તથા રસ્તાઓ પરના વાહન વ્યવહાર શક્ય હોય ત્યાં સુધી થોભાવી દેવામાં આવે. આ સાથે 11 વાગે ઉપડતી ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભાવવા વિનંતી કરવામાં આવી છે. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે 11 કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓએ બહાર પાડવાના રહેશે.

સૌ દેશવાસીઓને સહયોગ આપવા સરકારની વિનંતી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા-સચિવાલય અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનો મૂકવામાં આવ્યાં છે, તે સાયરનો પણ નિર્દિષ્ટ સમયે વગાડવામાં આવશે. શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી છે.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી