તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તંત્ર નિદ્રાંધિન:ગાર્ડનો શરૂ : બાળકોને પ્રવેશ ન આપતા સિક્યુરિટી સાથે રકઝક

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂચના અવગણી બાળકોને અંદર લઇ ગયા
  • 10 વર્ષથી નાના, 65 વર્ષની વય માટે નો-એન્ટ્રી

કોરોનાકાળ બાદ 15મી ઓકટોબરથી સુરત મહાનગર પાલિકાએ શહેરના તમામ ગાર્ડનો કોવિડ -19 ગાઇડલાઇન સાથે શરૂ કરી દીધા હતા. ગાર્ડન શરૂ કર્યા બાદ ગઇકાલે પહેલો રવિવાર હોઇ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કોવિડ ગાઇડલાઇન પ્રમાણે ગાર્ડનોમાં 10 વર્ષથી ઓછી વયના બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી સિક્યુરીટીગાર્ડ સાથે લોકોની માથાકૂટ જોવા મળી હતી. ઘણા ગાર્ડનોમાં સિક્યુરીટીગાર્ડ સાથે રકઝક કરીને લોકો બાળકોને ગાર્ડનમાં લઇ બિંદાસ ફરી રહ્યા હોવાનું પણ નજરે ચઢ્યું હતું.

કોવિડ ગાઇડલાઇન પ્રમાણે 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. જ્યારે તમામ ગાર્ડનોનો સમય સવારે 6થી 9 અને સાંજે 4 થી 7 વાગ્યાનો રખાયો છે. હાલમાં શહેરના મોટાભાગના ગાર્ડનો બિસ્માર હાલતમાં છે, ઠેરઠેર કચરો સાથે રમત ગમતના સાધનો તૂટેલા છે. એટલું જ નહીં ઘણી સ્ટ્રીટ લાઇટો બંધ છે તો કેટલીક તૂટી ગઇ છે. આમ ગાર્ડનોમાં જરૂરી સફાઇ સાથે રિપેરીંગની કામગીરી કરવા પહેલા જ પાલિકાએ શરૂ કરી દીધા હતા. જેને પગલે પાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો