તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમિતાભ બચ્ચને મુંબઈમાં ‘હોમ ક્વોરન્ટાઈન સ્ટેમ્પ’ લગાવવાનું શરૂ થતાં પોસ્ટ શૅર કરી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ કોરોનાવાઈરસને લઈ ચાહકોને સાવધ કરી રહ્યાં છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકાર લોકોને હોમ ક્વોરન્ટાઈનનો સ્ટેમ્પ લગાવે છે. અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયામાં હોમ ક્વોરન્ટાઈન્ડનો સ્ટેમ્પ લગાવેલી એક પોસ્ટ શૅર કરી હતી. આ તસવીરમાં એક વ્યક્તિના હાથમાં હોમ ક્વોરન્ટાઈન્ડનો સ્ટેમ્પ લગાવેલો છે. આ સ્ટેમ્પ પર લખવામાં આવ્યું છે, પ્રાઉડ ટૂ પ્રોટેક્ટ મુંબઈકર, હોમ ક્વોરન્ટાઈન્ડ, 30 માર્ચ, 2020. 

અમિતાભે ચાહકોને અપીલ કરી
અમિતાભ બચ્ચને હોમ ક્વોરન્ટાઈન્ડનો સ્ટેમ્પની તસવીર શૅર કરીને ચાહકોને અપીલ કરી હતી, મુંબઈમાં હોમ ક્વોરન્ટાઈનનો સ્ટેમ્પ લગાવવામાં આવે છે. પોતાને સુરક્ષિત રાખો. જાગરુત રહો. જો કોરોનાવાઈરસથી ચેપગ્રસ્ત હોવ તો પોતાને આઈસોલેટ કરી લો.

ઉલ્લેખનીય છે કે આ હેન્ડ સ્ટેમ્પ સરકારે ઉઠાવેલું મહત્ત્વનું પગલું છે, જે પ્રભાવિત લોકોને અલગ કરશે અને તેમને ઓળખવામાં સરળતા રહેશે. તેઓ સામાન્ય જનતામાં હળીમળી ના જાય તે માટે આમ કરવામાં આવ્યું છે. વૃદ્ધ લોકોને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે અને તેમને ક્વોરન્ટાઈન કરવામાં મદદ મળશે. 

કોરોના 1100001મો શબ્દ
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર પહેલાં પણ કોરોનાવાઈરસને લઈ વીડિયો શૅર કર્યાં હતાં. કેન્દ્ર સરકારે બનાવેલા અવેરનેસ વીડિયો બાદ અને સ્ટેમ્પ લગાવ્યાના પહેલાં અમિતાભે ટ્વીટ કરીને કહ્યું હતું કે હિંદી શબ્દકોશમાં ‘કોરોના’ નવો શબ્દ જોડાઈ ગયો છે. આ 1100001મો શબ્દ છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો