તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જિલ્લામાં SSCની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • ગણિતના પેપરને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યાપક રોષની લાગણી
  • પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ ચહેરે બહાર નીકળ્યા

સંખેડા: સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં આજે એસ.એસ.સી.માર્ચ 2020ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ ચહેરે બહાર નીકળ્યા હતા. એકંદરે ગણિતના પેપરને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યાપક રોષની લાગણી હજીય જોવા મળી રહી છે.

જિલ્લામાં એસ.એસ.સી.ની પરીક્ષા દરમિયાન એક પણ કોપી કેસ નોંધાયો નહોતો
તા.5મી માર્ચથી સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં એસ.એસ.સી.માર્ચ 2020ની પરીક્ષાનો આરંભ થયો હતો. જે આજે તા.17મી ના રોજ સંપૂર્ણ થઇ હતી.પરીક્ષા પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓ ખુશખુશાલ બન્યા હતા. પરીક્ષા પૂર્ણ થવાનો બેલ બપોરે 1-15 વાગ્યે વાગતા જ વિદ્યાર્થીઓ જવાબવહી ખંડનિરીક્ષકને આપીને બહાર હસતા ચહેરે નીકળ્યા હતા. સંખેડા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં એસ.એસ.સી.ની પરીક્ષા દરમિયાન એક પણ કોપી કેસ નોંધાયો નહોતો. જિલ્લામાં જેટલા સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો છે.ત્યાં સ્થાયી ઓબ્ઝર્વર પણ મુકાયા હતા.ઉપરાંત ફ્લાઇંગ સ્કોર્ડ પણ સતત ફરતી રહી હતી. આખીય પરીક્ષા દરમિયાન એક માત્ર ગણિત વિષયનું પેપર અત્યંત જ અઘરુ નીકળતા તેની સામે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં વ્યાપક રોષ હજીય જોવા મળી રહ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો