તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports Authority Of India Coach Srinivas Will Take The Trial, 142.50m In 13.62 Seconds In The Buffalo Race. The Race Was Done

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કોચ દ્વારા શ્રીનિવાસ ગૌડાનો ટ્રાયલ લેવાશે, ભેંસ દોડમાં 13.62 સેકન્ડમાં 142.50 મી. દોડ લગાવી હતી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રમત બાબતના પ્રધાન કિરણ રિજ્જુએ શ્રીનિવાસ ગૌડાને ફોન કરી રેલવે ટિકિટ બૂક કરાવી, સોમવારે ટ્રાયલ
  • ગૌડાએ બફેલો રેસ (કમ્બાલા)માં 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, લોકોએ તેને ઓલિમ્પિકમાં મોકલવા માંગ કરી
  • 100 મીટર ઓલિમ્પિક રેસમાં 9.58 સેન્ડનો રેકોર્ડ હુસૈન બોલ્ટના નામે છે, ગૌડાની તેના કરતા 0.03 સેકન્ડ વધુ ઝડપ છે

નવી દિલ્હી/બેંગ્લુરુઃ કર્ણાટકમાં તાજેતરમાં બફેલો રેસ (ભેંસ દોડ)માં રેકોર્ડ બનાવનાર શ્રીનિવાસ ગૌડા (28 વર્ષ)નો સોમવારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ટ્રાયલ લેશે. ગૌડાએ પરંપરાગત રમત કમ્બાલા રેસમાં 13.62 સેકન્ડમાં 142.50 મીટરનું અંતર કાપ્યું હતું. આ સમય દરમિયાન તેની દોડ 100 મીટરમાં વિશ્વના સૌથી ઝડપી દોડવીર જમૈકાના ઉસૈન બોલ્ટથી 0.03 સેકન્ડ ઝડપી હતી. બોલ્ટના નામે ઓલિમ્પિકમાં 9.58 સેકન્ડનો વિશ્વ રેકોર્ડ છે. ગોડાની આ ઉપલબ્ધિ બદલ સોશિયલ મીડિયા યુઝર્સ તેને સારી તાલીમ આપવા અને ઓલિમ્પિકમાં મોકલવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યા હતા.

કેન્દ્રીય રમત ગમત બાબતના પ્રધાન કિરણ રિજ્જુએ જણાવ્યું હતું કે મે અને સાઈના અધિકારીઓએ શ્રીનિવાસને ફોન કર્યો છે. તેની રેલવે ટિકિટ થઈ ગઈ છે. સોમવારે સાઈ સેન્ટરમાં અમારા સિનિયર કોચ ગૌડાનો ટ્રાયલ લેશે. મોટાભાગના લોકોમાં ઓલિમ્પિક ખાસ કરીને એથ્લેટીક અંગે ઓછી જાણકારી છે. તેમા વ્યક્તિની શક્તિ અને ધૌર્યની પરીક્ષા થાય છે. હું એ બાબત સુનિશ્ચિત કરીશ કે ભારતમાં કોઈ પણ પ્રતિભા તપાસ વગર ન રહે.

શ્રીનિવાસની તુલના બોલ્ટ સાથે કરવામાં આવે છે
શ્રીનિવાસ દક્ષિણ કન્નડ જિલ્લાના મૂદાબિદરીના રહેવાસી છે. કમ્બાલામાં વિક્રમ સ્થાપિત કર્યા બાદ શ્રીનિવાસ ચર્ચાના કેન્દ્રમાં છે. લોકો તેમની દોડની ઝડપ અંગે મૂલ્યાંકન કરી રહ્યા છે. બીજીબાજુ સમયની દ્રષ્ટિએ 100 મીટરમાં શ્રીનિવાસની ઝડપ 9.55 સેકન્ડ હોવાનું જાણવા મળ્યું છે, જે બોલ્ટની તુલનામાં 0.03 સેન્કડ વધારે ઝડપ છે. અલબત બોલ્ટના રેકોર્ડની તુલના કરી શકાય તેમ નથી. કારણ કે શ્રીનાવિસ ભેંસની જોડી સાથે કીચડમાં દોડ્યા હતા. આ સમયે કેટલીક અલગ સ્પીડ હોય છે.

શું છે કમ્બાલા રેસ?
કમ્બાલા રેસ અથવા બફેલો રેસ કર્ણાટકની પરંપરાગત રમત છે. મેંગ્લોર અને ઉડૂપીમાં તે ખૂબ જ પ્રચલિત છે. અનેક ગામોમાં તેનું આયોજન થાય છે. આ રમતમાં કીચડવાળા વિસ્તારમાં યુવાનો જોડવામાં આવેલી બે ભેંસો સાથે દોડ લગાવે છે. પ્રાણીઓના સંરક્ષણ માટે કાર્ય કરતા કાર્યકર્તાઓએ કેટલાક વર્ષ અગાઉ કમ્બાલા સામે મોરચો ખોલ્યો હતો. તેમનો આરોપ હતો કે જોકી બળ પ્રયોગ કરીને વધારે ઝડપથી દોડવા માટે ભેંસોને મજબૂર કરે છે. ત્યારબાદ આ પરંપરાગત રમત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના વડપણ હેઠળ અગાઉની સરકારે આ રમતને જારી રાખવા માટે એક બિલ પસાર કર્યું હતું.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો