જોખમ / કરોડરજ્જુની ઇજાથી સ્ટ્રોક આવવાનું જોખમ વધી જાય છે

Spinal cord injury increases the risk of stroke

  • કરોડરજ્જુની ઇજા ધરાવતા લોકોને અન્ય લોકોની સરખામણીએ વધારે થાક લાગે છે
  • કરોડરજ્જુમાં ઇજા ધરાવતા લોકોમાં અનિદ્રા અને શ્વસનક્રિયામાં તકલીફ વધારે જોવા મળે છે

Divyabhaskar.com

Nov 09, 2019, 04:42 PM IST

હેલ્થ ડેસ્કઃ કરોડરજ્જુની ઇજા ધરાવતા લોકોમાં થાક અને અનિદ્રાની સમસ્યા જોવા મળતી હોય છે. તેને લીધે સ્ટ્રોક આવવાનું જોખમ વધી જાય છે. કેનેડામાં થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. ન્યૂરોલોજી નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચ મુજબ થાક અને અનિદ્રાની અસર મગજના સ્વાસ્થ્ય પર પડે છે, જેને લીધે સ્ટ્રોક આવવાનું જોખમ વધી જાય છે.

કેનેડાની યુનિવર્સિટી ઓફ કેલગરી દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં 60,000 લોકોના ડેટાનો અભ્યાસ કરવામા આવ્યો હતો. રિસર્ચમાં પ્રથમ એ વાત પુરવાર થઈ કે કરોડરજ્જુની ઇજા ધરાવતા લોકોને અન્ય લોકોની સરખામણીએ વધારે થાક લાગે છે. રિસર્ચમાં એમ પણ સાબિત થયું છે કે થાક અને અનિદ્રા કરોડરજ્જુની ઈજાની તીવ્રતા પર આધાર રાખે છે.

વૈજ્ઞાનિકોએ આ રિસર્ચમાં ઊંઘ અને કરોડજ્જુની ઇજા એકબીજા વૈજ્ઞાનિક રીતે કેવી રીતે સંકળાયેલા છે તેનો અભ્યાસ કર્યો હતો. પોલિસોમ્નોગ્રાફી ટેક્નોલોજીની મદદથી વોલન્ટિયર્સના મગજના તરંગો, હાર્ટ રેટ, અને ઓક્સિજન લેવલ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

રિસર્ચમાં જોવા મળ્યું કે કરોડરજ્જુમાં ઇજા ધરાવતા લોકોમાં અનિદ્રા અને શ્વસનક્રિયામાં તકલીફ વધારે જોવા મળે છે.

રિસર્ચમાં પુરવાર થયું કે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર કરોડરજ્જુની ઈજાની અસર ઓછી જોવા મળે છે. તેને લીધે મગજની વાહિકાઓ પર અસર પડે છે. આ રિસર્ચમાં માલુમ પડ્યું કે કરોડરજ્જુની ઈજાની ધરાવતા લોકોમાં સ્ટ્રોક આવવાનું જોખમ 3-4 ગણું વધારે જોવા મળે છે.

X
Spinal cord injury increases the risk of stroke

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી